જેસીઆઈ અને વિદ્યામંજરીના સંયુક્ત ઉપક્રમે સિહોર ખાતે કેન્સર નિદાન કેમ્પ
દેવરાજ બુધેલીયા
સિહોર વિધામંજરી જ્ઞાનપીઠ અને સિહોર જે.સી.આઈ ગૌરવના સંયુક્ત ઉપક્રમે કેન્સર રિસર્સ ઈન્સ્ટીટયુટ અમદાવાદનાં સહયોગથી વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ૫૫ દદીઁઓએ લાભ લીધેલ અને આ કેમ્પમાં ૧૨ મહિલાઓને મેમોગ્રાફી કરી આપવામાં આવી અને ૭ દદીઁઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં વધુ તપાસ માટે મોકલેલ આ કેમ્પ ને સફળ બનાવવા સંસ્કૃતિ સ્કુલ વિધામંજરી જ્ઞાનપીઠના ટ્રસ્ટીઓના માગઁદશઁન અને સ્ટાફ ના સાથ સહકારથી તેમજ જે.સી.આઈ સિહોર ગૌરવના સભ્યોના સંયુક્ત સાથ સહકારથી સફળતા મળેલ છે.