સિહોર તાલુકામાં થર્ડ વેવના કોરોના સંક્રમણને ખાળવા માટે તૈયાર, ઓક્સિજન કોન્સન્ટ્રેટરની આ સગવડ ઉપયોગી બની રહેશે – રાજેશ ચૌહાણ, ડે કલેકટર

મિલન કુવાડિયા
સિહોર તાલુકામાં કોરોના સંક્રમણના સમયમાં અનેક સેવાભાવી લોકોએ અનેક રીતે રાજ્ય સરકાર સાથે ખભેખભો મીલાવી કાર્ય કર્યું છે. આવા જ સિહોરના સેવાભાવી અને જાણીતી જેનબર્ક કંપનીના માલિક આશિષભાઈ ભુતા દ્વારા આજે સિહોરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે 10 લીટર પ્રતિ મિનિટની ક્ષમતાના 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સિહોરની સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા છે.

સિહોરના ડે કલેકટર રાજેશ ચૌહાણની અપીલને પગલે જેનબર્ક કંપનીના માલિક આશિષભાઈ ભુતા દ્વારા 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સરકારી હોસ્પિટલને અર્પણ કર્યા હતાં સિહોર એસડીએમ કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હોસ્પિટલના મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ રૂબીના પઢીયારને અર્પણ કરવામાં આવ્યાં હતાં ત્યારે આશિષભાઈ ભુતા જેવા સેવાભાવીઓએ કોરોનાના કપરાકાળમાં અનેક પ્રકારની મદદ કરી છે તે જમવાની, મેડિકલ સાધનો તમામ બાબતોમાં આગળ આવીને કાર્ય કરી સેવાની સુવાસને વધારી છે.


કોરોનાની લહેરથી અનેક પાઠ શીખવ્યાં : ડે કલેકટર

સિહોર ડે કલેકટર રાજેશ ચૌહાણેએ જણાવ્યું કે, કોરોનાની લહેરમાંથી આપણને અનેક પદાર્થપાઠ શીખવ્યાં મળ્યાં છે. કટોકટીની પળોમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન જીવનરક્ષક બને છે. આવનાર કોરોનાના ત્રીજા વેવ માટેની તૈયારીઓનું આ એ રીતે પ્રથમ પગલું છે તેમણે કહ્યું કે, કોરોનાના ત્રીજા વેવમાં આપણે કોઇપણ પ્રકારની ગફલતમાં રહીએ તે ચાલે તેમ નથી. તેથી આફત પહેલાં જ પાળ બાંધવીએ સમયનો તકાજો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here