જિલ્લામાં સ્થિતિ વણસી રહી છે, કોરોના તાંડવ વચ્ચે કોંગ્રેસની મહિલા નગરસેવકે જિલ્લા કલેકટર સહિતાનાને કરી રજુઆત

મિલન કુવાડિયા
કોરોનાનો કહેર સિહોર અને ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહ્યો છે તેથી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય પંથકના કોરોનાના દર્દીઓ માટે સિહોર નજીક આવેલ અમરગઢની જીથરી હોસ્પિટલ શરૂ કરવા માંગણી ઉઠી છે. ભાવનગર શહેરની સરકારી હોસ્પિટલ કોરોનાના દર્દીથી ભરાય જતા દર્દીઓની મૂશ્કેલી વધી શકે છે. કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે ત્યારે કોંગ્રેસ નગરસેવકે રજુઆત કરી યોગ્ય પગલા લેવા માંગણી ઉઠાવી છે.

સિહોર નજીક આવેલ અમરગઢની હોસ્પિટલ શરૂ કરી ગ્રામ્ય પંથકના કોરોનાના દર્દીઓને સરખી સારવાર આપવી જરૂરી ભાવનગર શહેરની સરકારી હોસ્પિટલમાં શહેર અને ગામડાના કોરોનાના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે તેથી શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ હાલ દર્દીઓથી ભરાય ગઈ છે. કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે હજુ આગામી દિવસોમાં દર્દીઓની સંખ્યા હોસ્પિટલમાં વધવાની શકયતા છે.

અન્ય જિલ્લાના કોરોનાના દર્દીઓ પણ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે તેથી સ્થાનીક દર્દીઓને સારવારની સમસ્યા સર્જાશે તેમ જણાય રહ્યુ છે ત્યારે અમરગઢની જીથરી હોસ્પિટલ તત્કાલ શરૂ કરવી જરૂરી બની રહે છે.  જીથરી હોસ્પિટલમાં ગ્રામ્ય પંથકના કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે તો દર્દીઓને સરખી સારવાર મળી શકશે તેમ વડવા વિસ્તારના કોંગ્રેસના નગરસેવક પારૂલબેન ત્રિવેદીએ માંગણી કરી છે. આ અંગે નગરસેવકે ભાવનગરના જિલ્લા કલેકટર, મહાપાલિકાના કમિશનર અને અગ્રસચિવને લેખીત રજુઆત કરી છે. કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તત્કાલ યોગ્ય નિર્ણય કરવો જરૂરી બની રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here