સૂત્રો કહે છે જે રીતે જીથરી હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર ઉભું કરવાનો ધમ-ધમાટ શરૂ હતો એજ રીતે એકાએક કામગીરી ઠપ્પ થઈ ગઈ છે બધું ડખ્ખે ચડ્યું લાગે છે

મિલન કુવાડિયા
ભાવનગર જિલ્લામાં કોરોના ના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. શહેર ની સાથે સાથે હવે તાલુકા અને ગામડાઓમાં પણ કોરોનાના કેસો વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે હાલ સરકારી દવાખાનાના જુના બિલ્ડીંગ ને કોરોના વોર્ડ માટે ખાલી કર્યા હોવાના અહેવાલો મળ્યા હતા.ત્યારે સિહોર નજીક અમરગઢ ખાતે કોવિડ હોસ્પિટલ માટે થઈને તંત્રએ દોડધામ હાથ ધરીને ૧૫૦ બેડની તૈયારીઓ એક સમયે શરૂ કરી દીધી હતી. અહીંનું વાતાવરણ તેમજ વધુ પડતા બેડોની સગવડ ઉભી કરી શકાય તેવી મોટી ઇમારત હોવાથી તંત્રએ અહીં પસંદગી ઉતારીને આગમચેતી ના ભાગરૂપે તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી હતી.

 

પણ કેમ જાણે તંત્રની તૈયારીઓને કયું ગ્રહણ નડયું કે હાલ અમરગઢ ખાતે તૈયાર કરવામાં આવી રહેલી કોવિડ હોસ્પિટલની તમામ કામગીરી અધ્ધરતાલ થઈ ગઈ હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. એક તરફ ભાવનગર જિલ્લામાં કેસો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આવડી મોટી બંધ પડેલી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે થઈને કેમ શરૂ નથી કરવામાં આવી રહી તે પણ એક મોટો પ્રશ્ન ચર્ચા માં આવી રહ્યો છે. એક સમયે એશિયમાં સૌથી મોટી ગણાતી ટી.બી હોસ્પિટલ આવી કટોટકીના સમયમાં પણ ખાલી ખમ પડી છે તે જિલ્લા માટે અચરજ ની વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here