આજે સાંજના સમયે જીથરી હોસ્પિટલ ખાતે મહિલા સચિવ અને ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લિધી, ચર્ચાઓ કરી, એક સમયની એશિયાની નંબર ૧ ગણાતી મૃતહઃપ્રાય જીથરી હોસ્પિટલમાં કોવિડના પ્રાણ ફુંકશે

મિલન કુવાડિયા
જિલ્લામાં દિવસે દિવસે કેસોમાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે. દરરોજના દસ બાર પંદર કેસો પોઝિટિવ આવવા લાગ્યા છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દુરદ્રષ્ટા થઈને આગામી દિવસોમાં ભાવનગર ઉપર જો કોરોના સંકટ મોટું સ્વરૂપ ધારણ કરે તો તેને પહોંચી વળવા માટે થઈને આગોતરા આયોજનનો તખ્તો ઘડાવવા લાગ્યો છે. એક સમયે એશિયાની સૌથી મોટી ગણાતી સિહોર નજીકની અમરગઢ જીથરી ખાતેની કે.જે.મહેતા ટી.બી હોસ્પિટલની સ્થળ તપાસ માટે આજે અચાનક જ ગાંધીનગર થી સચિવ સોનલબેન મિશ્રા વહીવટી તંત્રના કાફલા સાથે જીથરી આવી પહોંચ્યા હતા.

અહીં હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના માટે કેવી કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને જો કોરોના માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવી પડે તો શું શું તૈયારીઓ કરવી પડે તે સહીતના ઝીણવટભર્યા મુદ્દાઓનું નિરક્ષણ કરવામાં આવ્યું હતું. અહીં ભાવનગર લાયઝન ના સચિવ સોનલબેન સાથે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, ડી.ડી.ઓ વરુણકુમાર બરનવાલ, સિહોર નાયબ કલેક્ટર રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામાં, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, તાલુકા વિકાસ અધિકારી ચાપરાજભાઈ, સોનગઢ પીએસઆઇ વાઘેલા, સોનગઢ મેડિકલ ઓફિસર, તલાટી મંત્રી સહિતનો જિલ્લાના વહીવટી તંત્રનો કાફલો સિહોરના જીથરી ખાતે પહોંચી ગયો હતો. ટી.બી ના રોગ બાદ એશિયામાં નામ ગુંજવતી હોસ્પિટલમાં કોવિડ ફરી પ્રાણ પુરશે તેવું તંત્રની કામગીરીને જોઈને લાગી રહ્યું છે જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો સામે જીથરી હોસ્પિટલમાં ૩૦૦ બેડ માટે ઓપશન છે તંત્રએ પણ આગોતરું આયોજન હાથ ધર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here