ડોકટરો ના સંગઠન I.I.M એ પૂરતો સહયોગ આપવા દેખાડી તત્પરતા

સલીમ બરફવાળા
ભાવનગર જિલ્લામાં ગઈકાલે કોરોના પોઝિટિવ કેસનો વિસ્ફોટ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જિલ્લામાં સંક્રમણ ને લઈને વધી રહેલા કેસો સામે સારવાર આપવા માટે થઈને સિહોરના અમરગઢ જીથરી ખાતે આવેલ કે.જે.મહેતા ટી.બી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે થઈને ૧૫૦ બેડ તૈયાર કરવા માટે થઈને તંત્ર દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે. ભાવનગર જિલ્લા કલેક્ટર અને સિહોર પ્રાંત અધિકારી ની ટિમો દ્વારા જરૂર પડે તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ ને સારવાર કરવા માટે મોકલી શકાય તે માટે થઈને આગોતરી તૈયારીઓ આરંભી દીધી છે.

જિલ્લામાં વધતા જતા કેસોને લઈને તંત્રની પૂર્વ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જીથરી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે ડોક્ટર સંગઠન I.I.M ના ખાનગી તબીબો એ પૂરતો સહયોગ આપવા માટેની તૈયારી દેખાડી છે. એક સમયે ટીબી જેવા મોટા રોગ માટે પ્રસિદ્ધ બનેલી હોસ્પિટલ હવે કોરોના રોગના દર્દીઓની સારવાર કરવા માટે ફરી બેઠી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here