ડેન્ટલ હોસ્પિટલ ખાતે ડે. કલેકટર ચૌહાણની સમી સાંજે ઓચિંતી મુલાકાત, જીથરીમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની તંત્રની વિચારણા

મિલન કુવાડિયા
દેશ અને રાજયમાં અચાનક જ કોરોના ના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે રોકોર્ડ બ્રેક કેસો આવી રહ્યા છે તો સામે કોવિડ ના કેસોમાં વધારો આવતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. રાજ્યમાં કોરોના કેસોમાં લડવા માટે સરકાર દ્વારા આરોગ્ય ખાતાને ફરી સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે. કોરોના ની સ્થિતી ઉપર કાબુ મેળવા માટે અગમચેતી ના ભાગ રૂપે તંત્ર એ કવાયત હાથ ધરી દીધી છે. ત્યારે આજે સમી સાંજે સિહોર નાયબ કલેક્ટર રાજેશ ચૌહાણે ઓચિંતી અમરગઢ ની ટી બી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હોવાની વિશ્વસનીય સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે.

અમરગઢ ની કે જે મહેતા ટી બી હોસ્પિટલ એ ટી બી ના રોગચાળા વખતે ભાવનગર મહારાજા સાહેબ જગ્યા ફાળવી એશિયાની મોટી હોસ્પિટલ બનાવી હતી. ત્યારે આજે રાજય અને દેશમાં ફાટી નિકળેલ મહારોગ સામે આ જીથરી હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં ફેરવાય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. ભાવનગર માટે સર.ટી હોસ્પિટલ બાદ મોટી હોસ્પિટલ જીથરી ગણાય છે. ત્યારે તંત્રની મુલાકાત અગમચેતી ના પગલાં હોઈ શકે તેની ના નહીં ગયા વર્ષે પણ કોરોના સેન્ટર અહીં શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર અહીં સેન્ટર શરૂ કરવામાં આવ્યું ન હતું આજે ફરી તંત્રના અધિકારીઓ જીથરી હોસ્પિટલ ખાતે પોહચી કોવિડ સેન્ટર શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા સાથે ફરી જીથરીની ડેન્ટલ કોલેજ ખાતે કોવિડ સેન્ટર શરૂ થાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here