તંત્ર દ્વારા સાફ સફાઈ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી, સૂત્રો કહે છે હાલ ૧૦૦ જેટલા બેડ તાત્કાલિક ઉભા કરાશે

સલીમ બરફવાળા
સિહોર સહિત ભાવનગર જિલ્લામાં વધતા જતા કેસોને લઈએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના પગલાં રૂપે એશિયાની એક સમયની સૌથી મોટી ગણાતી સિહોર નજીક આવેલ જીથરી ટી.બી હોસ્પિટલમાં કોવિડ-૧૯ માટે થઈને તૈયાર કરવામાં આવી રહી છે. બે દિવસ પૂર્વે ગાંધીનગર થી આવેલ સચિવ દ્વારા સ્થળની મુલાકાત કર્યા બાદ સૂત્રોનું કહેવું છે કે અહીં કોવિડ ૧૯ કોરોના દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરવા તંત્રને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરગઢ જીથરી હોસ્પિટલ ખાતે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.

વર્ષો બાદ ફરી જીથરી હોસ્પિટલની જૂની રોનક ફરી જોવા મળશે જ્યારે જિલ્લા વહીવટી તંત્રની તત્કાલ કામગીરી જોતા લાગી રહ્યું છે. ક્ષય રોગના નિવારણ માટે અહીંનું વાતાવરણ પણ મહત્વનો ભાગ ભજવતું હતું અને ક્ષય રોગને નાબૂદ કરવામાં આવતો હતો. ત્યારે હાલ કોરોના વાયરસના દર્દીઓને પણ રિકવરી માટે થઈને અહીંનું સ્થળ લાભદાયક નીવડે તો જિલ્લા માટે એક સારા સમાચાર ગણાશે તેમાં શંકા નથી બીજી બાજુ સૂત્રોનું એવું પણ કહેવું છે હાલ તત્કાલ ૧૦૦ બેડ ઉભા કરવામાં આવે તેવી વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here