શૈક્ષણિક સાથે સમાજમાં સિંચનનો પાયો નાખતી સિહોર જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ સંસ્થા ખાતે ભૂમિપૂજન અને ઉદઘાટનનો ભવ્ય સમારોહ યોજાયો

અહેવાલ મિલન કુવાડિયા
સિહોર શહેર તાલુકા જ નહીં સમગ્ર જિલ્લાની નામાંકિત સંસ્થા સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સિહોર જે જે મહેતા ગર્લ્સ હાઇસકુલ ખાતે વિવિધ સવલતો માટેનું ભૂમિ પૂજન અને ઉદઘાટન કાર્યક્રમનો ભવ્ય સમારોહ યોજાયો શૈક્ષણિક શેત્રે હરણફાળ ભરતી સિહોરની જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બે દિવસથી ચાલતા ભૂમિ પૂજન ઉદઘાટન રાસગરબા નૃત્ય સહિતના અનેકવિધ કાર્યક્રમમો યોજાયા હતા તા.25 અને 26 ફેબ્રુઆરીના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીનીઓ અભ્યાસ સાથે રમતગમત તેમજ અન્ય ક્લાક્ષેત્રમાં સિહોર અને શાળાનું નામ હરહંમેશ ઉજાગર કર્યું છે. જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના રમતગમત ક્ષેત્રમાં ઊંચી ઉડાન ભરવા માટે થઈને સ્પોર્ટસ સંકુલનું નવું મકાન આકાર લીધું છે તેના ભુમી પૂજન પણ સાથે કરવામાં આવ્યું છે જેમાં શ્રી અશ્વિનભાઈ સી.દામાણી-દામાણી શિપિંગ મુંબઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

અહીં કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, સાસંદ ભારતીબહેન શિયાળ,સિહોર નગરપાલિકા પ્રમુખ દીપતિબહેન ત્રિવેદી, શ્રી મહેન્દ્ર ત્રિવેદી પૂર્વ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય, એન.જી.વ્યાસ જિલ્લા શિક્ષણ અધિકારી, શ્રી નિલેશકુમાર ઇન્દુલાલ મણીયાર, શ્રીમતી પ્રભાબહેન ઇન્દુલાલ મણીયાર સહિતના સિહોરના આગેવાનો ઉપસ્થિત રહીને રહ્યા હતા સાથે પરમ પૂજ્ય જિણારામ મહારાજ-મોંઘીબાની જગ્યા અને મહામંડલેશ્વર શ્રી સ્વરૂપાનંદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.

સતત બે દિવસથી ચાલતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્થા ખાતે વિજ્ઞાન ઉદ્યોગ ભવનનું ઉદઘાટન સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્દઘાટન ચંદ્રકાન્તભાઈ માવાણી પરિવારના હસ્તે કરાયું હતું હંસદેવ વારી ગૃહનું ઉદ્દઘાટન દેવુંભાઈ ધોળકિયાના હસ્તે કરાયું હતું સાથે સાથે મન મોર બની થનગનાટ કરે ઇન્ટરનેશનલ લોકગાયકા રાજશ્રી પરમાર અને સાથી કલાકારો દ્વારા લોક સંગીતની રસલ્હાણ કરી હતી સંસ્થાની વિધાર્થીની બહેનોએ નૃત્ય અને રાસગરબાની રમઝટ બોલાવી હતી.

સંસ્થાની વિધાર્થીઓ સહિત દાતાઓને મોમેન્ટો આપીને સન્માન પણ કરવામાં આવ્યા હતા અહીં સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક આગેવાન અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના પદાઅધિકારીઓ રાજકીય આગેવાનો સાથે સંસ્થાની પૂર્વ વિધાર્થીનિઓ પણ બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં સહભાગી બની હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિહોર એજ્યુકેશન સોસાયટી અને જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ પરિવાર અને શિક્ષકગણ અને ટ્રષ્ટિગણે ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here