જુના જાળિયા અને આજુબાજુ વિસ્તારના ડુંગરોમાં આગની ઘટના, આગ લાગવાનું કોઈ કારણ હજુ જાણવા નથી મળ્યું, મામલતદાર ટિમ ફોરેસ્ટ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા.

આગ વધુ પ્રસરતા બીજા ડુંગરો તરફ આગળ વધી રહી છે, આ વિસ્તારમાં કોઈ વન્ય જીવો હાલ મૌજુદ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ.

બ્રિજેશ ગૌસ્વામી

સિહોર તાલુકાના જુના જાળીયાના ડુંગરમાં આગ ભભૂકી ઉઠી છે અને આ આગ હવે આજુબાજુના ડુંગરોમાં પણ ફેલાય રહી છે. હાલ આ આગ ત્રણ ગામનાં ડુંગરોમાં આગ પ્રસરી છે જેમાં વરતેજ તાબેના ભીકડા, ભંડાર તથા સોડવદરા ગામની હદ હેઠળ આવતાં ગૌ ચરાણના ડુંગરોના સુકા ઘાસમાં આ આગ પ્રસરી રહી છે.ડુંગર પર રહેલા સૂકા અને લીલા ઘાસમાં લાગેલી આગને બુઝાવવા ત્રણેય ગામોના ગ્રામજનો ત્યાં દોડી ગયા.

જ્યારે આ આગ પર કાબુ મેળવવા સિહોર અને ભાવનગરના ફાયર ફાયટરો ત્યાં દોડી ગયા છે અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી છે. જ્યારે સિહોર મામલતદાર અને ફોરેસ્ટ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો છે.આ ડુંગર જુના જાળીયા, સોડવદરા, ભીકડા અને ભંડાર ગામની સીમ સુધી પથરાયેલો છે ત્યારે વહેલી તકે આગ પર કાબુ મેળવવા ના સઘન પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ પ્રાણીઓ આ વિસ્તારમાં હાલ મૌજુદ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે જયારે ફાયર ફાયટરો દ્વારા વહેલી તકે આગ પર કાબુ મેળવવા અંગેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જયારે હાલ આ આગમાં કોઈ જાનહાની ન થઇ હોવાનું સિહોર નાયબ મામલતદાર જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here