આરોગ્યતંત્ર માટે ગૌરવપૂર્ણ ધટના કોરાના વોરીયર્સનું સન્માન કરવું ગ્રામપંચાયત દ્રારા પ્રેરણાદાયી પહેલ

હરેશ પવાર
આરોગ્યતંત્રની ટીમ હાલ છેલ્લા મહિનાઓથી સતત સક્રિય દિવસ-રાત જોયા વગર કામ કરી રહી છે.કોરોના ની કામગીરી ઉપરાંત મચ્છર જન્યરોગચાળો અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તેમજ બીનચેપી રોગ હદયરોગ,ડાયાબિટીસ,કેન્સર ના રોગોની કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દ્રારા તપાસ માતા મરણ,બાળ મરણ અટકાવવા માટે રસીકરણ,સગર્ભા માતાની સંભાળ, પ્રસુત માતાની સંભાળ,બાળકોની જન્મ પછી આશા બહેનો,આશા ફેસી બહેનો દ્રારા તપાસ, સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ દ્રારા તપાસ, કુટુંબ નિયોજન ની વિવિધ સેવા અપાઈ રહી છે.

આ સતત અને સારી સેવા બદલ સિહોર તાલુકાના કનાડ ગ્રામ પંચાયત દ્રારા સરપંચશ્રી જીતુભાઈ નિમાવત,ઉપ સરપંચશ્રી મયુરસિંહ ગોહિલ,તલાટીમંત્રી સંજયભાઈ મકવાણા દ્રારા આરોગ્ય કર્મચારી શ્રી જયદિપસિંહ ગોહિલ,કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર રવિનાબેન પરમાર,ફિમેલ હેલ્થ વકઁર કોમલબેન,આશા શિલ્પાબેન નિમાવત આરોગ્ય ટીમનું સન્માન કરાયેલ.આ સન્માન તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી દ્રારા અભિનંદન આપેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here