એક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત, પાણીની ટાંકી નીચે દબાય જવાથી બંને મહિલા મોતની ભેટી, ગોજારી ઘટનાથી ભારે અરેરાટી


હરેશ પવાર
સિહોર નજીક કનાડ ગામની સીમમાં પાણીની ટાંકી ફાટતાં ૨ મહિલા મોત થયા છે. ગામના વાડી વિસ્તારમાં આ મહિલાઓ કપડાં ધોઈ રહી હતી આ દરમિયાન ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં ૨ મહિલાના મોત થયા છે. જેમાં 1 મહિલાનું સિવિલમાં સારવાર દરમિયાન જયારે બીજી મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. મૃતક મહિલાઓના નામ લક્ષ્મીબેન અને મધુબેન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વરા તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોર તાલુકાના કનાડ ગામ વાડી વિસ્તારમાં કામ કરી રહેલી મહિલા પર પાણીનો ટાંકો ધરાશયી થતા દબાઈ જવાથી બે મહિલાઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

વરસાદને કારણે જર્જરિત મકાનો અને જર્જરિત પાણીની ટાંકીઓ પડી જવાની બીકે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કનાડ ગામના લોકોનું કહેવું છે કે આ વાડીના માલિક ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે. લક્ષ્મીબેન જાંબુચા અને મધુબેન બાંભણીયા નામની બંને મહિલાઓ વાડીમાં કામે ગઈ હતી અથવા કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક સિમેન્ટ અને ઈંટોથી બનેલી ટાંકી ફાટી અને તૂટી પડતાં બન્ને મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી.

પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા એક જ પરિવારની બે મહિલાઓના મોતની ઘટનાથી પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સિમેન્ટ અને ઈંટથી બનાવેલી આ ટાંકી તૂટી પડી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને સગા સંબંધીઓ ભાવનગર હોસ્પિટલે દોડી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here