ભાજપને ખોબલે ખોબલે મતો આપ્યા છે, માત્ર વાયદાઓ થાય છે મત લેનારા ચોકલેટ આપી જતા રહે છે બાકી વાસ્તવ સ્થિતિમાં કઈ થતું નથી : કોઈનું મૃત્યુ થાય તો આજ જળમાર્ગે અંતિમયાત્રા કરવી પડે : ખેડૂતો અને લોકોમાં ભારે રોષ


ગ્રાઉન્ડ ઝીરોથી : વિશેષ મિલન કુવાડિયા

સિહોર પંથકના અંતરિયાળ વિસ્તારોમાં વિકાસ કરવા માગતા ખરા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધાથી આઝાદીના ૭૪/૭૫ વર્ષ પછી પણ જોજનો દૂર છે સિહોરથી કનાડ અને નવાજાળીયા તરફ જવાના માર્ગે કેડસમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે વરસાદ વધુ પડે તો પણ લોકોને હાલાકી અને ઓછો પડે તો પણ લોકોને તેની અસર વર્તાય છે.

આવી જ એક સમસ્યા કનાડ અને નવાજાળિયા તરફ જવાના માર્ગે સર્જાઈ છે કેડસમાં પાણીના કારણે જ્યાં મરતે પણ માર્ગ ન મળવા જેવી સ્થિતિથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગુજરાત સરકારના વિકાસના પોકળ દાવાઓ વચ્ચે તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં  દયનિય સ્થિતિ જોવા મળી રહી છે રસ્તા વચાળે પાણી ભરાઈ જવાના કારણે લોકોએ ભાજપ સામે બળાપો કાઢ્યો છે.

છેલ્લા દિવસોમાં ભારે વરસાદને કારણે નદી, નાળા તેમજ તળાવો છલકાઈ ગયા છે. સાથે તાલુકાના ડેમો પણ પાણીથી છલોછલ થઈ ગયા છે ત્યારે કેટલાક ગામડાઓમાં રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હોવાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે કનાડથી નવાજાળીયાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ હોવાને કારણે રહીશો ભારે હાલાકી વેઠી રહ્યા છે એક તરફ સરકાર વિકાસની ગુલબાંગો પોકારી રહી છે અને બીજી બાજુ અંતરિયાળ વિસ્તારોમાં આઝાદી સમયે જે સ્થિતિ હતી તે જ સ્થિતિ યથાવત હોય તેવું લાગી રહ્યું છે.

સરકાર છડેચોક વિકાસના પોકળ દાવાઓ કરી રહી છે. શહેરીકરણને જોઈને ગુજરાત નંબર વન હોવાની ગુલબાંગો પોકારતી સરકારની નજરો અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચતી નથી કેટલાય અંતરિયાળ ગામડાઓ તો હજુ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે પાણી ભરાઈ જવાની સ્થિતિ પેદા થાય છે આવા ગામડાઓ તરફ તંત્રનું ધ્યાન પણ જતું નથી અને સમસ્યાઓ જેમની તેમ જ રહે છે ત્યારે ગામડાઓમાં પણ વિકાસના પડછાયા પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here