કનાડ ગામે વાડી વિસ્તારની ઘટના, વાડીમાં પાણીની મોટર શરૂ કરવા જતાં શોર્ટ લાગ્યો અને મોત નીપજ્યું

હરેશ પવાર
સિહોરના કનાડ ગામે આજે સાંજના સમયે વાડી વિસ્તારમાં યુવકને શોર્ટ લાગતા મોત નીપજ્યું છે. કનાડ પ્લોટ વિસ્તારમાં રહેતા જાદવ વિઠ્ઠલભાઈ મનજીભાઈ કોળી ઉ ૩૦ આજે સાંજના સમયે છ વાગ્યાની આસપાસ કનાડના ખારી રોડે આવેલ પોતાની વાડીએ પાણીની ઇલેક્ટ્રિક મોટર શરૂ કરવા જતાં અચાનક શોર્ટ લાગતા તેઓને સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં તબીબોએ વિઠ્ઠલભાઈને મૃત જાહેર કર્યા હતા મરણજનાર વિઠ્ઠલભાઈ પરણિત છે પોતાને ત્રણ સંતાનો છે અને પોતે ખેતીની સાથે નોકરી પણ કરતા હતા બનાવને લઈ સિહોર પોલીસે વધુ તપાસ હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here