સિહોરના ભોળાદ કરદેજ સહિત જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ

હરેશ પવાર
સિહોરના ભોળાદ કરદેજ સહિત જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે ચોમાસા પહેલા લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ કરવા માટે રાજ્ય સરકારા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૩૩ જિલ્લાઓમાં કુલ ૧૪,૬૯૪ કામોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના કુલ ૬૮૩ના કામોનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લામાં હયાત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમનું ડિસીલ્ટીંગ, નુકશાન પામેલ ચેકડેમના રીપેરીંગ, નદીઓના પ્રવાહને રોકતા ગાંડાબાવળ, ઝાડી ઝાંખરા દૂર કરવા વગેરે કામગીરી લોકભાગીદારીથી સ્વૈચ્છીક સંસ્થા, ઉદ્યોગ ગૃહો, ધાર્મિક સંસ્થા અને મનરેગા હેઠળ કામગીરી કરવાની થાય છે.

કરદેજ ગામે તળાવ ઉંડા ઉતારવાનું કામ, ઘોઘા તાલુકાના કુડા ગામે તળાવ ઉંડા ઉતારવાનું કામ, મહુવા તાલુકાના ભાદરા ગામે ચેકડેમ ડિસીલ્ટીંગ, જેસર તાલુકાના બિલા ગામે તળાવ ઉંડુ ઉતારવાનું કામ, પાલિતાણા તાલુકાના લુવારવાવ તથા લાખાવાડ ગામે તળાવ ઉંડા ઉતારવાનું કામ, ગારીયાધાર તાલુકાના સુખપર ગામે તળાવ ઉંડા ઉતારવાનું કામ, ઉમરાળા તાલુકાના ઉમરાળા ગામે તળાવ ઉંડા ઉતારવાનું કામ, શિહોર તાલુકાના ભોળાદ ગામે તળાવ ઉંડા ઉતારવાનું કામ તથા વલ્લભીપુર તાલુકાના રામપર ગામે તળાવ ઉંડા ઉતારવાના કામની શરૂઆત કુલ ૧૦ જે.સી.બી. તથા ૨૭ ટ્રેક્ટર/ડમ્પર દ્વારા કરવામાં આવેલ.

આ ઉપરાંત કોરોના મહામારીના સંદર્ભે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર માસ્ક, સેનેટાઈઝેશન તથા સામાજીક અંતર જાળવવા સુચનાઓ ચુસ્તપણે અમલ કરવા તકેદારી રાખવામાં આવે છે. તેમ કાર્યપાલક ઈજનેર શ્રી ડી.આર.પટેલ, પંચાયત સિંચાઈ વિભાગ, ભાવનગર દ્વારા જણાવવામા આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here