18 નવેમ્બર 1962 ના ભારતના ચીન સાથે ના યુદ્ધ દરમ્યાન રેજાગણા ખાતે શહીદ થયેલા 114 યાદવ આહીર વીર સપૂતોની યાદમાં આજે પણ શ્રદ્ધાંજલિ રૂપે દિવસ ઉજવાય છે

મિલન કુવાડિયા
સિહોર નજીક આવેલ કરદેજ ગામે સમસ્ત ગામના આયોજિત “આહીર શૌર્ય” દિવસ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાઈ છે ગઈકાલે સિહોર નજીક આવેલ કરદેજ ગામે સમસ્ત ગામ આયોજિત રેજાંગલા ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અહીં યુવાનો વડીલો આગેવાનો સાથે અને સમસ્ત ગામના લોકો જોડાયા હતા 18 નવેમ્બર 1962 ના ભારત ના ચીન સાથે ના યુદ્ધ આહિર શાદરમ્યાન રેજાગણા ખાતે શહીદ થયેલા 114 યાદવ આહીર વીર સપૂતો ની શૌર્યગાથા સમગ્ર ભારત દેશ માં ગુંજી ઉઠે

આ માં ભરતી ના વીર સપૂતો ને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ આહીર સમાજ શૌર્ય દિવસ સમિતિ દ્વારા “આહીર શૌર્ય દિવસ ” ઉજવવાનું નક્કી કરેલ હોય ” તેના ભાગરૂપે સિહોર નજીક આવેલ કરદેજ ગામે સમસ્ત ગામ આયોજિત વીર શહીદો ની યાદ માં શૌર્ય દિવસ મનાવવાનું નક્કી કર્યું હોય જે અનુસંધાને આહીર વીર શહીદો ને શ્રદ્ધાંજલી અપાઇ હતી આહીર સમાજ ના દરેક કુટુંબ પોતાના ઘરે દીપ અથવા મીણબત્તી પ્રગટાવી બે મિનિટ મૌન પાળી શહીદો ને શ્રદ્ધાસુમન અર્પણ કરાઈ હતી કરદેજ સાથે જિલ્લાના તમામ ગામોમાં આહીર પરિવારોના ઘરે ઘરે વીર શહીદોના માનમાં મીણબત્તી પ્રગટાવી બે મિનિટ મૌન પાળી શહીદો ને શ્રદ્ધાસુમન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here