શિક્ષક દીને વિશેષ

ડીજીટલ ઇન્ડિયા નું સ્વપ્ન સાકાર કરી રહી છે સરકારી શાળા, આ શિક્ષક તમામ વિદ્યાર્થીનીઓના માતા પિતા સમાન બની ચુક્યા છે, કરદેજ ની પ્રાથમિક કન્યાશાળા વેબપોર્ટલ યુક્ત બની.


વિશેષ સલીમ બરફવાળા
આજે દેશભરમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. શિક્ષક એટલેકે ગુરુ…ગુરુના જ્ઞાન થકી જ વ્યક્તિ જીવનમાં કઈક સિદ્ધિને પ્રાપ્ત કરી યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે છે. આવા જ ગુરુ પૈકીના એક એટલે સિહોર નજીક કરદેજની પ્રાથમિક કન્યાશાળાના શાળાના રોહિત ચૌહાણ. રોહિત ચૌહાણ કે જે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ ના આદર્શ શિક્ષક છે.આ શિક્ષકે નાના એવા કરદેજની પ્રાથમિક કન્યાશાળામાં ડીજીટલ શિક્ષણ થકી એક એવું મુકામ હાંસિલ કર્યું છે જેથી તે વિદ્યાર્થીનીઓના ગુરુની સાથે માતાપિતાનું સ્થાન પ્રાપ્ત તમામ વાલીઓ માટે પણ એક આદર્શ શિક્ષણ ની સાથે સાથે એક આદર્શ શિક્ષક બની ગયા છે કરદેજ ૩૦૦૦ ની વસ્તી ધરાવતું કરદેજ ગામ કે જયાની પ્રાથમિક કન્યાશાળા એક આદર્શ શાળા તરીકે ઉભરી રહી છે.

આ શાળાને આદર્શ બનાવવામાં આચાર્યથી લઇ તમામ શિક્ષકોનો ફાળો રહ્યો છે. પરંતુ આમ છતાં એક શિક્ષક કે જેમના શિક્ષણ થકી આ શાળા આદર્શ શિક્ષણ અને આદર્શ શિક્ષક ને હક્કદાર બની છે. આ શાળાના ઇગ્લીશના શિક્ષક રોહિત ચૌહાણ કે જે આ શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓના આદર્શ શિક્ષક છે, તો કરદેજ સંપૂર્ણ ગામ ગૌરવ કરી રહ્યું છે કે આવા શિક્ષકો આજે તેના ગામની શાળામાં છે અને તેમનાજ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે એટલેકે આ શાળામાં શિક્ષણ દિન પાંચ સપ્ટેમ્બર નહિ પરંતુ ૩૬૫ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. મોટા મોટા શહેરોની ખાનગી શાળાઓમાં જે પ્રમાણે ડીજીટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેનાથી પણ વિશેષ શિક્ષણ કરદેજની પ્રાથમિક કન્યાશાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પ્રાપ્ત કરી રહી છે. કરદેજ પ્રાથમીક કન્યાશાળામાં ફરજ બજાવી રહેલા રોહિત ચૌહાણ કે જે અંગેજી ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષકે નાના એવા કરદેજ ગામમાં ડીજીટલ શિક્ષણની ક્રાંતિ સર્જી છે.૨૧મી સદીના આધુનિક યુગમાં ડીજીટલ ઇન્ડીયાનું સ્વપ્ન સાર્થક થઇ રહ્યું છે.

શહેરી વિસ્તારથી લઇ અને ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં હવે ડીજીટલ આધુનિકરણ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કરદેજ કન્યા પ્રાથમિક શાળા કે જે રાજ્યભરની સરકારી શાળાઓમાં નમૂનારૂપ શાળા બની રહી છે.જેમાં ડીજીટલ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો સાથે સાથે શાળાકીય વેબપોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શાળાનું ડીજીટલ આધુનિકરણ કરવામાં શાળાના શિક્ષકોનો મહત્વનો ફાળો છે. રાજ્યની આ પ્રથમ સરકારી શાળા હશે કે જેમાં વેબપોર્ટલ ટેકનોલોજી નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની ને જે આઈ કાર્ડ આપવામાં આવ્યા છે તે કયું-આર કોર્ડ વાળા છે જેથી શાળામાં પ્રવેશની સાથે જ તેનું સ્કેનીંગ થાય છે અને વિદ્યાર્થીની શાળાની અંદર પહોચી ગઈ છે જેની જાણ મોબાઈલ એપ દ્વારા તેના વાલીને થઇ જાય છે.

ઉપરાંત જયારે પણ વિદ્યાર્થીની શાળાની બહાર જાય ત્યારે પણ તેની જાણકારી તેના વાલીને મળી જાય છે. આ ઉપરાંત આ શાળાના તમામ રૂમ સીસીટીવી થી સજ્જ છે અને જેને પણ પોર્ટલ સાથે જોડી વાલીઓ પોતાના બાળકો શાળામાં શું કરી રહ્યા છે તે પણ ગમે ત્યારે જોઈ શકે છે ઉપરાંત રોજીંદી શાળાકીય પ્રવુતિ પણ વાલીઓ ઘરે બેઠા નિહાળી શકે છે. સૌથી મહતવની બાબત કે જેમાં જો વિદ્યાર્થીની કોઈ કારણોસર શાળામાં ગેરહાજર હોય તો તે તેમના ઘરે થી પોતાના મોબાઈલ માં રહેલી એપ દ્વારા રજા રીપોર્ટ મૂકી શકે છે, શાળામાં ચાલી રહેલા અભ્યાસ અંગે પણ માહિતી મેળવી શકે છે. આ તમામ ટેકનોલોજીને અમલી કરવામાં શિક્ષક રોહિત ચૌહાણ ની મહત્વની ભૂમિકા છે. આમ આ ડીજીટલ શાળા વડાપ્રધાન ના ડીજીટલ ઇન્ડીયાના સ્વપન ને સાકાર કરી રહી છે ત્યારે વાલીઓ પણ આ આદર્શ શિક્ષક ની કાર્યપદ્ધતિ ના વખાણ કરી ગૌરવ અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here