સિહોર તાલુકાના કરકોલિયા પ્રાથમીક શાળા માં કોરોના રસીકરણ કામગીરી વેગવાન

હરિશ પવાર
આપણે કોરોના કાળમાં બીજી લહેરમાં અતિ મુશ્કેલીવાળો સમય આપણે જોઈ ચૂક્યાં છીએ. ત્રીજી લહેરની વાત આવતાં જ આપણા મનમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે. કારણ કે, આપણે આપણી સામે જ આપણાં અનેક સ્વજનો ગુમાવી ચૂક્યાં છીએ.આજે પણ કોરોનાથી બચવું હોય તો બસ બે જ ઉપાય છે. એક માસ્ક, સેનિટેશન અને બીજું રસીકરણ આ માટે તમામ લોકો કોરોનાની રસી લઇ લે તે ખૂબ જ અગત્યનું છે. સિહોર તાલુકા હેલ્થ કચેરીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઉસરડ માં ચાલી રહેલી રસીકરણ ઝૂંબેશમાં સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ કરકોલીયા ગામમાં પ્રાથમીક શાળા માં અભ્યાસ કરતા બાળકો ના વાલીઓ કે જેમને કોરીના રશી ના ડોઝ લીધેલ નથી તે તમામ વાલીઓ ને શાળા પર રૂબરૂ બોલાવી ને કોરોના રસી નો ડોઝ આપી રક્ષિત કરેલ

આ રસીકરણને સફળ બનાવવાં માટે ઉસરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડો.દર્શન ઢેઢી, આર.બી.એસ.કે ટિમ ના ડો.સંજય ખીમાણી, ડો.રૂપલ વૈષ્ણવ, સુપરવાઈઝર આર.ડી.ચુડાસમા, હંસાબેન ગોહીલ, આરોગ્ય કર્મચારી જે.ડી.ગોહિલ, એન.જે.વેગડ, આશા ફેસિલિટર મનીષાબેન, આશા બહેન નયનાબેન, રેખાબેન વગેરે એ જહેમત ઉઠાવી હતી.પ્રાથમીક શાળા કરકોલીયા પરિવાર ના આચાર્ય શ્રી શૈલેશભાઈ ના માર્ગદર્શન હેઠળ તેમના તેમની શાળા પરિવાર ના તમામ શિક્ષકશ્રી ઓ એ જહેમત ઉઠાવેલ.તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલે પ્રેરણાદાયક કામગીરી માટે સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here