દેશના ગૌરવ સન્માનમાં શહેરભરના આગેવાનો રહ્યા વિશેષ ઉપસ્થિત, માળી પાર્ટી પ્લોટમાં જબરજસ્ત આયોજન
બ્રિજેશ ગૌસ્વામી
મૂળ સિહોરના અને ફક્ત ૧૯ વર્ષની નાની વયે લંડનમાં પાયલોટ તેમજ ફ્લાઇટ ઇન્સ્ટ્રકટરની પદવી પ્રાપ્ત કરીને ભારત દેશ તેમજ સિહોરનું નામ રોશન કરનાર તરવરિયા યુવાન કથન કંસારાનું સિહોર જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ આયોજિત માળી પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા યોજાયેલ સન્માન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે રાજેશભાઇ દેસાઈ-જાયન્ટ્સ વેલફર ફાઉન્ડેશન સેન્ટ્રલ ના કમિટી મેમ્બર, વિજયભાઈ ગોહિલ-જાયન્ટ્સ ફેડરેશન 3 બી યુનિટના ડાયરેકટર, નીતિનભાઈ મહેતા-ચેરમેન સિહોર મર્કન્ટાઇલ કો.ઓ.બેન્ક, રાજેન્દ્રભાઇ જાની-ચેરમેન સિહોર નાગરિક બેંક એ કથનના ઉજળા ભવિષ્ય માટેની કામના કરી સફળતાની શુભેચ્છાઓ વરસાવી હતી.
અહીં જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ડો.ભરતભાઇ ભટ્ટ, સેક્રેટરી ગોપાલભાઈ વોરા તેમજ મેમ્બર અંતુંભાઈ કંસારા તેમજ જાયન્ટ્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન પ્રસંગે શહેરના આગેવાનો પણ હાજર રહીને કથન ની સફળતાને વખાણી શુભેચ્છાઓ પાઠવી હતી.