કેરીના ચાહકો માટે ‘કહી ખુશી કહી ગમ’ જેવા સમાચાર, સિહોરની બજારમાં કેરી આવી તો ગઈ, પણ ઉંચા ભાવ બગાડશે સ્વાદ

સંદીપ રાઠોડ
કેરીની મહારાણી કેસરનું ધીમા પગલે આખરે બજારમાં આગમન થઈ રહ્યું છે. દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી બજારમાં થઇ ચૂકી છે રાજ્યની સાથે દેશ દુનિયામાં ગીરની મેંગો માર્કેટ ખૂબ પ્રખ્યાત છે અને ફળના રાજા કેરીની સિહોર માર્કેટમાં એન્ટ્રી થઇ ગઇ છે. લોકડાઉન વચ્ચે તાલાલા ગીરની કેસર કેરી સિહોરની બજારોમાં આવી ગઇ છે ગ્રીષ્મ ઋતુમાં ફળોની રાણી કેસર કેરીના પાક તૈયાર થતાં હવે સિહોર સહીત ભાવનગર જિલ્લામાં કાચી-પાકી કેસર કેરીનું વેંચાણ થઈ રહ્યું છે. કોરોનાની બીકથી છેલ્લા ૬૦ થી ૬૫ દિવસથી લોકોએ અન્ય ફળો ખાવાનું ટાળ્યું છે. હવે કેસર કેરીનું આગમન થયું છે.

લોકડાઉન ૪માં આંતર જિલ્લામાં છૂટછાટ મળતા કેસર કેરનું વેચાણ શરૂ થયું છે. ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં કેસર કેરી સહીતની અન્ય જાતની કેરીઓનો સ્વાદ માણવો આરોગ્ય માટે ઉતમ પ્રકારનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર વાસીઓ કેસર કેરીના સ્વાદ માટે ફ્રુટ બજારમાં ઉમટી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી સિહોરમાં ધીમે ધીમે કેસર કેરીની જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાંથી આવક થઈ રહી છે. કેરીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આથી ભાવ પણ સારા મળી રહ્યા છે.

હાલ એક બોક્સ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાય રહ્યો છે. સરેરાશ ભાવ ૫૦૦ થી પણ વધુ મળી રહ્યો છે. આ વર્ષે કેસરનો સ્વાદ ચાખવા વધારે કિંમત ચૂકવવી પડશે કેસર કેરીના ભાવોને લઈ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. ગીર પંથકની કેરીની વાત કરીએ તો, ગુજરાતમાં ઉના પંથકની કેરીની વધુ ડિમાન્ડ રહે છે. કેમ કે અન્ય જગ્યા કરતા મીઠાશ વધુ હોય છે અને ફળ પણ મોટું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here