પહેલાં પાણીની તંગી હવે વરસાદ રડાવી ગ્યો : કુદરત સામે લાચાર ખેડૂતોની વ્યથા, પહેલાં વરસાદની રાહ જોતાંજોતાં આંખો સુકાઈ, હવે અતિવૃષ્ટિએ ખેડૂતોની દશા બેસાડી દીધી છે

બ્રિજેશ ગોસ્વામી
સિહોર તાલુકાના ખાંભા ગામના ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ મોરી સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વરસાદના કારણે વેઠવી પડેલી મુશ્કેલી અંગે વાત કરતાં ગળગળા અવાજે જણાવે છે કે પાછલા લગભગ દોઢ માસથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો છેલ્લા દિવસોમાં અનરાધાર વરસાદના કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના ખાસા વિસ્તારોમા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું લોકોનાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી જતાં મબલક નુકસાન થયું હોવાનો અંદાજ છે.

વરસાદે સર્જેલી તારાજી અંગે ખેડૂત નેતા ઘનશ્યામભાઈ વધુમાં જણાવે છે કે વરસાદના કારણે ઘણા જિલ્લામાં ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે પહેલાં તો વરસાદ ખેંચાતાં મગફળીનો પાક બગડ્યો. પછી કપાસના પાકની થોડી આશા હતી, પરંતુ અતિવૃષ્ટિએ કપાસના પાકને પણ નિષ્ફળ બનાવી દીધો છે વરસાદના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે ખેડૂતો માત્ર પોતાના કે ભગવાનના ભરોસે છે. સરકાર માત્ર દાવા કરે છે મદદ મળે છે જે નહિ તે પ્રશ્ન છે.

આ વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે શરૂ થયેલી કુદરતી આફતો ગુજરાતના ખેડૂતો માટે રોકાવાનું નામ નથી લઈ રહી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાછલા અમુક દિવસો દરમિયાન પડેલા વરસાદને પગલે ખેડૂતોને વેઠવી પડતી મુશ્કેલી ખેડૂતોને કુદરતને કારણે વેઠવી પડેલી તારાજી અંગે વાત કરતાં કહે છે કે, “તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઘણા લોકોને પાકની સાથોસાથ સંપત્તિનું પણ નુકસાન ભોગવવું પડ્યું આ વખતે ખેડૂતોને સારા વરસાદને પગલે સારો પાક મેળવી અને નુકસાનમાંથી બહાર નીકળવાની આશા હતી.

પરંતુ તેના પર પણ કુદરતનો કેર ફરી વળ્યો છે ત્યારે ખેડુત લેણામાં જન્મે અને લેણા માં મરે છે જગતના તાત માથે કુદરત રૂઠ્યો હોય તેમ પહેલા વરસાદ ખેંચાણો અને હાલમાં ગુલાબ રૂપી વાવાઝોડાના કારણે સતત વરસાદ પડવાથી પાક પાણીમાં તરતો થઇ ગયો આ તબક્કે ખેડુત પાયમાલ બની ગયો અને સતત દેવામાં ડુબી રહ્યો છે , બે મહિના વરસાદ નહી પડવાથી અને અત્યારે સતત વરસાદ પડવાથી લાખો હેક્ટર પાક નિષ્ફળ ગયો છે તેના માટે થઇને બને એટલી ઝડપથી આ ખેડૂત પરિવારોના હિતમાં નિર્ણય લે તેવી માંગ કિસાન ક્રાંતિ ટ્રષ્ટના ઘનશ્યામભાઈ મોરીએ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here