૧૨/૨૪ કલાકે આવેલા ભયાનક ધડાકાના કારણે લોકોમાં ભયનો માહોલ, જમીન મકાનો રિતસર હલબલાવી ઉઠયા, આખરે આ ધડાકાઓ શેના.? લોકોના જીવ તાળવે બંધાયા

સલિમ બરફવાળા
સિહોરના ખાંભા ગામે આજે બપોરના સમયે ફરી ભયાનક ધડાકા સાથે ધરતી ધ્રુજતા લોકો ભયભીત થયા છે અગાઉ થોડા દિવસ પહેલા એકજ દિવસમાં ત્રણ ત્રણ ભેદી ધડાકાઓ થયા હતા મોડીરાત્રિથી વહેલી સવાર સુધીમાં ત્રણ અલગ ધડાકાના તીવ્ર અવાજ સાથેના ધડાકા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને ઘરોની દીવાલોમાં તિરાડો પડી પણ પડી હતી ભેદી ધડાકા સાથે જમીન ધ્રુજતા ગામ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક મકાનોની દીવાલમાં તિરાડો પડી જતા ગામલોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ત્યાં આજે ફરી બપોરના ૧૨/૨૪ કલાકે જોરદાર ધડાકો થવાની સાથે ધરામાં ધ્રુજારી થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે.

ઘરમાં રહેલા વાસણો નીચે પડી ગયા હતા. ભેદી ધડાકાથી ગામલોકોમાં ભૂકંપની દહેશતના પગલે લોકોએ થોડો સમય ઘરમાં જવાનું પણ ટાળ્યું હતું. ભેદી ધડાકાના અવાજથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ધડાકાનો અવાજ એટલો તિવ્ર હતો કે જાણે કોઇએ અણુબોમ્બ ફેંક્યો હોય તેવો સ્થાનિક રહીશોએ અનુભવ કર્યો હતો ભેદી અવાજની સાથે નાનકડા ગામમાં કેટલાક મકાનો અને દીવાલોને મિલ્કતોને નુકસાન થયું છે ઘટનાને લઈ સમગ્ર મામલો સિહોર મામલતદાર સુધી પોહચ્યો છે સ્થાનિક આગેવાને ઘટનાની ગંભીરતા લઈને રજૂઆત કરી છે આ પ્રકારના બનાવ પાછળના કારણો શુ હોઈ શકે તે તાકીદે જાણવાની માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here