આર્મી જવાન દેશની રક્ષા કરી નિવૃત થતા પરત ફરેલા સાત સૈનિકોનું ભવ્યથિ ભવ્ય સ્વાગત સન્માન : ખરખડી દેશભક્તિના રંગમાં રંગાયું

બ્રિજેશ ગોસ્વામી
માં ભોમની રક્ષા કરી નોકરીમાંથી વયનિવૃત્તિ થતા પરત ફરેલા સૈનિકોનું પોતાના વતન સિહોર નજીકના પોતાના વતન ખરકડી ગામે ભવ્ય સ્વાગત કરી સન્માન કરવાની સાથે ઢોલ નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા યોજી સામૈયું કરવામાં આવ્યું હતું માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા ૧૭ વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા

સિહોર નજીકના ખરકડી ગામના સાત સૈનિકો પોતાના વતનમાં પહોંચતા ગ્રામજનોએ સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. નિવૃત આર્મી જવાનો માદરે વતન ખરખડી ગામે આવી પહોંચતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ આર્મી જવાનોનું ગ્રામજનો અને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. ગામના સૌ આગેવાનો-પરિવારજનોએ પણ સૈનિક જવાનોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. તેમની દેશ સેવાઓને બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગમાં સમગ્ર ગામ હિલોળે ચડ્યું હતું.ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. નિવૃત્ત આર્મી જવાનૉએ જણાવ્યું હતું કે કે દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા અમારા ગામના યુવાનોને અમે જરૂરી તમામ માર્ગદર્શન આપીશુ અને સેવામાં જોડાવા આહવાન કરીએ છે આજે અમારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સવાગત-સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો,યુવાનો,સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો

૧૭ વર્ષ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં માં ભોમની રક્ષા કરી જવાનો પોતાના વતન પરત ફરતા દેશની સેવા કરી પરત ફરેલા જવાનનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી ભવ્ય શોભાયાત્રા યોજી હતી જેમાં આજુબાજુના ગ્રામજનો,રાજકીય અગ્રણીઓ અને સગા-સબંધીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જવાન અને તેમના પરિવારનું સામૈયું કરી મોમેન્ટો, શ્રીફળ અને ફુલહાર પહેરાવી સન્માન સમારોહ યોજવામાં આવતા ખરખડી પંથક દેશભક્તિના રંગે રંગાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here