બપોરના સમયે વીજળી પડવાના કારણે 7 બકરાનો જીવ લીધો : હજુ થોડા દિવસ પહેલા સિહોર તાલુકામાં વીજળી પડવાની ઘટનામાં 2/3 પશુઓનો ભોગ લેવાયો હતો

બ્રિજેશ ગોસ્વામી
સિહોરનું નજીક દેવગાણા પંથકમા બપોર બાદ ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ મહેર કરી હતી. આસપાસના ગામોમા વરસાદ તુટી પડયો હતો. અહીના પડોશી ગામે ખરકડી ગામે માલધારી પરિવારના પશુપાલકોના બકરાઓ પર અચાનક વિજળી પડતા 7 બકરાના મોત થયા હતા. વિજળી પડતા બકરાના મોતની આ ઘટના ખરકડી ગામે બની હતી. અહી ખરકડી ગામે લખડાપીરની બાજુમાં રહેતા માલધારી પરિવાર પોતાના બકરાને ચરાવવા માટે સિમ વિસ્તારમાં ગયા હતા.

જોતજોતામા અહી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. દરમિયાન અચાનક વિજળી પડતા 7 બકરાના મોત થયા હોવાની જાણકારી મળી છે ભાદરવાના ભુસાકા સ્વરૃપે વરસાદ આવી રહ્યો છે ત્યારે ખરકડી પંથકમાં પડેલા વરસાદમાં મુંગા પશુઓનો ભોગ લેવાયો હતો. વરસાદ સાથે પડેલી વીજળી થકી 7 બકરાના મોત થયા છે આમ, કુદરતી આફતમાં માલધારી પરીવારના એકસાથે 7 પશુઓ મોતને ભેટતા આભ ફાટી પડયું હતું ત્યારે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા સિહોર અને પંથકમાં વરસાદના કારણે વીજળી પડવાના કારણે 2/3 પશુઓનો ભોગ લેવાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here