લાખો કરોડો વાપરવા છતાં હજુ માર્ગ ધૂળિયા જ કેમ ગામડાઓના ?
સિહોર ખારી મઢડાનો રસ્તો બદતર થી બદતર હાલતમાં-નબળું તંત્ર અને એથી નબળી નેતાગીરી
હરેશ પવાર
ભારત દેશમાં ૨ જ સ્થળો માત્ર એવા છે કે જ્યાં ભારત માતાનું મંદિર છે જેમાં સદભાગ્યે એક મંદિર આપણા ગુજરાત ના આપના સિહોર તાલુકાથી માત્ર ૧૮ કિમિ દૂર આવેલ મઢડા ગામમાં છે. હવે અહીં વાત વિકાસની છે. નથી ભારત માતાના મંદિરનો વિકાસ થયો કે નથી આ ગામનો વિકાસ થયો કે નથી અહીં સુધી જવા માટે સારા માર્ગનો વિકાસ થયો. સધ્ધર રાજકીય આગેવાનો અને નેતાઓ જે ચૂટણી ટાણે જ દેખાય છે તેમને સમાન્ય પ્રજાની સમસ્યાઓ દેખાતી જ નથી. હાલની પરિસ્થિતિ જોતા મઢડા અને ખારી ગામ વચ્ચે ૫ કિમિ નું અંતર છે. આ રોડની પરિસ્થિતિ એટલી દયજનક હાલતમાં છે કે એના વર્ણવા શબ્દો જ ઓછા પડી જાય. આ રસ્તો હોય એના કરતાં તો ગામડાંઓના કેડાના માર્ગ સારા હોય છે ભલે થોડી ધુળો ઉડે.
અહીંથી પસાર થતા રાહદારીઓ માટે કમરના કાયમિક દુઃખવા સહન કરવા પડે તેવી સ્થિતિ છે. રસ્તાઓ ઉપર મોટા મોટા ખાડાઓ, અકસ્માતને નોતરતા મોટા ગાબડાઓ છતાં ના છૂટકે અહીંથી પસાર થવા માટે રાહદારીઓ મજબૂર છે. હાલ ભાવનગર પાલીતાણા લોકલ રેલવે બંધ હોવાથી અહીંથી મોટી સંખ્યામાં રાહદારીઓની અવર જવર રહે છે. ત્યારે અહીં સિહોરના કહેવાતા મોટા નેતાઓ અને રાજકીય આગેવાનોને આ રસ્તો કેમ દેખાતો નથી તે એક મોટો પ્રશ્ન છે.
ત્યારે બીજી તરફ ચૂંટણી ટાણે છુટા દોર રાખીને ગામડાંઓ ખૂંદતા રાજકીય આગેવાનો કેમ લોકોની સમસ્યા જોવા પછી ડોકાશયું નથી કરતાં. હવે તો અહીંના ગામડાંઓના લોકો એવું ઈચ્છે છે કે કાશ મોદી સાહેબ કે અમિતભાઇ એકાદ કાર્યક્રમ ખારી મઢડા માં રાખે તો એના સારા નસીબે ગામડાંનો રસ્તો તો સારો બની જાય. નેતાઓ ઠીક સમજ્યા એ તો ખાખીમાં પૈસા ભેગા કરવા જ આવ્યા છે પરંતુ સિહોરનું તંત્ર પણ ઓફિસોમાં બેસી ગયું હોય તેવું લાગે છે. એક પેલાના સારા અધિકારી હતા.
જે ગામડાંઓમાં ફરીને લોકોની સમસ્યા જાણીને એનો નિરાકરણ કરી દેતા પણ એવા સારા અધિકારીઓને ક્યાં કોઈ જાજુ ટકવા દે છે. ગામડાંઓના લોકોની દયા ન આવે તો કઈ નહિ પણ જે ભારત માતાના સોગંધ ખાઈ નોકરીમાં જોડાવ છો અને જે ભારત માતા ના નામેં મતો ઉઘરાવો છો એના મંદિર ઉપર તો રહેમ કરીને રસ્તાનું રિપેરિંગ કરાવો ભલે તમારા સગલાઓ ને કોન્ટ્રાક્ટ દેજો તમ-તમારે