ડી જી વણઝારાની વિશેષ ઉપસ્થિતતિમાં સિહોરના રાજપરા ખોડિયાર ખાતે ગુરુવંદના મંચ દ્વારા યોજાઈ બેઠક, ધર્મ સ્થાપના હેતુ ને 11 સપ્ટેમ્બરે જૂનાગઢ ખાતે મળનારૂ સંમેલનને લઈ વણઝારા ગામે ગામ બેઠકો લઈ રહ્યા છે

બ્રિજેશ ગોસ્વામી
ગુજરાતમાં ઈશરત જહાં, સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ પ્રજાપતિ સહિત કેટલાય એનકાઉંટર માટે ચર્ચિત પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા હવે ધર્મસત્તાની સ્થાપનાના કામમાં જોડાઈ ગયા છે. ડીજી વણઝારા અલગ અલગ અખાડા અને ધાર્મિક સંગઠન સાથે મળીને ધર્મસત્તાની સ્થાપના કરવા માગે છે આજે શનિવારે ડીજી વણઝારા ખોડિયાર મંદિર ખાતે ગુરુ વંદના મંચ દ્વારા સાધુ સંતોની મળેલી બેઠકમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ હતું કે, ધર્મસત્તા અને રાજ્યસત્તા એકસાથે ચાલે છે.

પણ આઝાદી બાદ રાજ્યસત્તાની સ્થાપના થઈ શકી,પણ દેશમાં ધર્મસત્તાની સ્થાપના થઈ શકી નહીં. જેના માટે તમામ સાધુ સંત સંગઠિત થઈ રહ્યા છે ડીજી વણઝારા સતત ગુજરાતના વિવિધ સાધુઓ અને સંતોને મળી રહ્યા છે. તેઓ લાંબા સમયથી સાધુઓને એકત્ર કરવાનું કામ પણ કરી રહ્યા છે. આ જ ક્રમમાં તેઓ આજે ખોડિયાર મંદિર ખાતે પહોંચ્યા હતા. ડીજી વણઝારાએ સ્પષ્ટ કર્યું કે ગુજરાત અને દેશમાં ધર્મસત્તાની સ્થાપના થવી જ જોઇએ.

દેશની પરંપરા રહી છે કે રાજ્યની સત્તા અને ધર્મએ એક પછી એક પગલે ચાલવુ જોઈએ. આ કાર્ય રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ માટે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અને ભારતમાં ધર્મસત્તાની સ્થાપના થવી જોઈએ. જો ધર્મસત્તાની સ્થાપના થશે, તો આ દેશ, હિન્દુઓ અને અન્ય ધર્મના લોકો પણ સમસ્યાઓથી મુક્ત થશે.ડી.જી. વણઝારાએ આગામી મહિને જૂનાગઢમાં યોજાનાર સાધુ -સંતોની મહાસભાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સારી ભાવના સાથે ગુજરાતના સંતો અને સંતોનું સંગઠન કરવામાં આવી રહ્યું છે અને હવે 11 સપ્ટેમ્બરે ગુજરાતના આધ્યાત્મિક શહેર જૂનાગઢમાં હિન્દુઓની ધાર્મિક શક્તિની સ્થાપના થવા જઈ રહી છે જેમાં સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેવો અનુરોધ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here