સિહોર : મકરસંક્રાંતિ તહેવાર નિમિતે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ-ફીરકી તેમજ અડદિયાનું વિતરણ

હરિશ પવાર
સિહોર : આપણા શાસ્ત્રમાં અન્નદાન, વિદ્યાદાન, તેમજ વસ્ત્રદાન સહીતના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ભાવનગરની જાણીતી સંસ્થા “માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આ કાર્યને સાર્થક કરવાનો પ્રયત્ન છેલ્લા નવ વર્ષથી કરી રહી છે, સંસ્થા દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિતે સી.એ. ધર્મેશભાઈ હરિયાણીની મુખ્ય સહાયથી પ્રજ્ઞાબેન ગાંધી સંચાલીત ચાલતા

ની:શુલ્ક ક્લાસના ૨૦૦ બાળકોને પતંગ-ફીરકી, બાળાઓને કટલેરી તેમજ શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ૨૫૦ ગ્રામ અડદિયાનું બોક્ષ માનવસેવા ટીમ દ્વારા હાથો હાથ આપવામાં આવેલ હતું. મકરસંક્રાતિ નજીક આવતી હોવાથી બાળકો પતંગ-ફીરકી મળ્યા બદલ ખુબજ આનંદિત થઇ ગયા હતા આ માનવસેવા યજ્ઞમાં ૨૦ થી વધુ માનવસેવા ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થા ના પ્રમુખ જયેશભાઈ શાહે જણાવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here