પર્વની છેલ્લી ઘડીએ પતંગ રસીકો ખરીદી કરે તેવી વેપારીઓને આશા, જોઈએ તેવી ઘરાકી નહિ, આવતીકાલથી ઘરાકી નીકળે તેવી વેપારીઓને આશા

દેવરાજ બુધેલિયા
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ પતંગ રસિયોના સિહોરમાં પતંગ બજારમાં મંદી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દોરી અને પતંગના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે સિહોરમાં ઉતરાયણના તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષની ઉત્તરાયણમાં પતંગ બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે.

ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં ઘરાકી જોઈએ તેવી નહી હોવાથી મંદી જેવો માહોલ જોવા મળી રહી છે. વેપારીઓને આશા છે કે, કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ જતાં બાળકોનું શિક્ષણ કાર્ય સરકાર દ્વારા બંધ થયું છે તેના લીધે હવે પતંગની ખરીદીમાં તેજી આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here