માનવતા પણ આત્મહત્યા કરે તેવી ચકચારી ઘટનામાં સિહોર સાધુ સમાજ દ્વારા રોષની લાગણી સાથે આવેદન આપ્યું

હરીશ પવાર
માનવતાને શર્મશાર કરતી ઘટનામાં ચોમેર આક્રોશ ફાડી નીકળ્યો છે કોડીનારથી 12 કિલોમીટર દૂર આવેલા જંત્રાખડી ગામે 9 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા નિપજાવી પોલીસે એકની અટકાયત કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામના, જ્યાં માનવતાને શરમજનક સ્થિતિમાં મુકતો કિસ્સો સામે આવ્યો છે.

નાનકડા એવા ગામમાં માત્ર 9 વર્ષની બાળા પર ગામના જ એક નરાધમે બળાત્કાર ગુજારી માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારતા હાહાકાર મચી ગયો છે.ઘટનાને લઈ સાધુ સમાજમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે સિહોર સાધુ સમાજે આરોપી નરાધમને ફાંસીના માંચડે ચડાવવાની માંગ કરી છે કોડીનારનાં જંત્રાખડી ગામે નરાધમે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવી હોય આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

અને પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ત્યારે જ તેમની સામે કડક કાર્યવાહી થાય અને ફાંસીની સજા આપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે એવી માંગ સાથે સિહોરમાં સાધુ સમાજ દ્વારા ડે કલેકટરને રજૂઆત કરાઈ હતી. આ તકે સાધુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here