દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યુઃ નવી આશા-ઉમંગની લાગણી

કોરોના મહામારી વચ્ચે પણ દિવાળી તહેવારોની ભવ્યતાથી ઉજવણીઃ ધાર્મિક અને ફરવા લાયક સ્થળોએ લોકોની ભીડ જામી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લામાં દિપાવલી પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી  કરવામાં આવી હતી. કોરોના મહામારી છતાં પણ લોકો ધાર્મિક અને ફરવા લાયક સ્થળોએ ઉમટયા હતાં.આજે લાભપાંચમ સાથે દિપાવલી પર્વ સંપન્ન થયો છે. આજે દિવાળી પછી રજાના માહોલ બાદ આજથી બજારો ખુલ્લી ગઇ છે અને ધંધા-રોજગાર પુનઃ ધમધમવા લાગ્યા છે.આજે લાભપાંચમ નિમિતે આવનારૂ વર્ષ લાભદાયી નીવડે તેવી શુભકામનાઓ એકબીજાને પાઠવવામાં આવી રહી છે.લાભપાંચમને સૌભાગ્ય, ઉન્નતિ, વેપાર અને વિદ્યાનો મહિમાનો સંગમ માનવામાં આવે છે. અને તેથી જ આજે અનેક શુભકાર્યો પણ કરવામાં આવે છે.

દિપાવલી પર્વમાં નૂતન વર્ષના દિવસે લોકોએ એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. અને ભાઇબીજના દિવસે ભાઇઓ બહેનોના ઘરે જમવા ગયા હતા અને ભાઇબીજ પર્વની ઉજવણી કરી હતી.દિવાળીનું મીની વેકેશન હવે પુરૂ થયુ છે અને આજે લાભપાંચમના દિવસથી વેપાર-ધંધા પુનઃ ધમધમતા થયા છે.બઆજે સવારે વેપારીઓએ શુભ મુહુર્તમાં નવી આશાઓ અને નવા ઉમંગ સાથે પોતપોતાના કામધંધા શરૂ કર્યા છે. આજથી બજારો અને દુકાનો પુનઃ ધબકતી થઈ છે.આજથી સરકારી ઓફિસો અને બેન્કોમા પણ રાબેતા મુજબનું કામકાજ શરૂ થયુ છે. દિવાળી દરમિયાન અર્થતંત્ર દોડતુ થયુ હતુ તે ફરી ધમધમતુ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. લગ્નસરાની ખરીદી શરૂ થવાની પણ આશા હોવાથી વેપારીઓમા ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here