સિહોર નજીકના લંગાળા પ્રા.શાળામાં દાતા તરફથી ચબુતરાઓ દાનમાં આપવામાં આવ્યા

નિલેશ આહીર
સિહોર નજીકના લંગાળા પ્રાથમિક શાળાની માંગણીને લઈ દેપલા જૈન સંઘ-ભાવનગરનાં સહયોગથી દાતા માતૃશ્રી ચંપાબેન જીવરાજભાઈ જેરાજભાઈ કનાડીયા હ.કોકીલાબેન વાડીલાલ કનાડીયા,નિર્મળાબેન હિમંતભાઈ કનાડીયા,વિજયાબેન મનસુખભાઈ શાહ,મીતાબેન મનસુખભાઈ કનાડીયા, મંજુલાબેન ચંદુલાલ શાહ, જાગૃતિબેન જીતેદ્રભાઈ કનાડીયા તરફથી શ્રી લંગાળા પ્રાથમિક શાળામાં ચબુતરો -૧, ચબુતરા ઉપરનો લગાવવા મોર-૧, જુવાર- ૨ કટ્ટા,ડોલ -૧,સીડી-૧, કુંડા-૨, જુવાર ભરવાની કોઠી-૧ ,વગેરે મળેલ છે તે બદલ શ્રી લંગાળા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સૌ દાતાઓની આભારની લાગણી વ્યક્ત કરી હતી શાળાના તમામ બાળકો,આચાર્ય, તેમજ તમામ શિક્ષકોની હાજરીમાં ચબુતરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here