અધિકારીના વર્તન સામે બાર એસોસિએશન ખફા, વકીલોએ કહ્યું અધિકારી ધક્કાઓ ખવરાવીને હેરાન-પરેશાન કરે છે, અમે છેક સુધી લડી લેશું

હરેશ પવાર
સિહોર શાખાના મેનેજરનું વકીલો સાથે ઉધ્ધતાય ભર્ય વર્તન સામે બાર એસોસીયેશન આકરા પાણીએ થયું છે હાલ ગુજરાત સરકાર દવારા નોટરી એડવોકેટ ની નીમણુક કરવા અરજીઓ મંગાવેલ છે સદરહું નોટરી એડવોકેટની એપ્લીકેશન કરવા માટે ગુજરાત સરકારે જે પ્રોસીજર ફોલો કરવાનું જણાવેલ છે તેમા ( ૧ ) મેજીસ્ટેટ ( ૨ ) રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર ( ૩ ) વેપારી ( ૪ ) બે પ્રતીષ્ઠિત વ્યકિતઓ ની સહી , કરવાનુ સુચવેલ છે . તેમા સીહોરના એડવોકેટ મીત્રોના એકાઉન્ટ બૅન્ક ઓફ બરોડા , સીહોર શાખા માં હોવા છતા બૅન્ક ઓફ બરોડા સીહોર શાખાના મેનેજર એકાઉન્ટ ધરાવતા હોવા છતા વકીલ મીત્રોને વીના કારણે ધકકા ખવરાવેલ અને વકીલ મીત્રોને ધકકા ખવરાવીને પણ જુદા જુદા બહાના કાઢી વકીલોને સરકારશ્રી દ્વારા નકકી કરેલ ફોર્મ માં સહી કરી આપેલ નહી.

આમ સિહોર બાર એસોસીયેશન ના વકીલો બૅન્ક ઓફ બરોડા સિહોર શાખામાં એકાઉન્ટ ધરાવતા હોવા છતા સહી નહી કરી વકીલોનું અપમાન કરેલ છે અને હડધુત કરેલ છે તેમજ વકીલોની પ્રતિષ્ઠાને હાની પોહચાડે તેવુ ઉધ્ધત વર્તન કરેલ છે.તેથી આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે , આગામી લોકઅદાલતમાં કે પ્રીલીટીગેશન લોકઅદાલતમાં સિહોર બેંન્ક ઓફ બરોડા શાખા ભાગ લેશે તો સિહોર બાર એસોસીયેશન તેમનો બહિષ્કાર કરશે તેમજ સિહોર બેંન્ક ઓફ બરોડા શાખા લોકઅદાલતમાં કે પ્રીલીટીગેશન લોકઅદાલતમાં ભાગ લેશે તો લોકઅદાલતમાં કે પ્રીલીટીગેશન લોકઅદાલતનો સખત વિરોધ કરશે.

ઉપરોકત સિહોર બેંન્ક ઓફ બરોડા શાખા ના મેનેજરશ્રીએ વકીલો સાથે ઉધ્ધતાય ભર્યું વર્તન કરેલ આવું વર્તન વકીલ આલમની પ્રતિષ્ઠાને નુકસાનકાર હોય વકીલો સહન કરશે નહી અને તેના વિરોધમાં સિહોર બાર એસોસીયેશન આગામી લોકઅદાલતમાં કે પ્રીલીટીગેશન લોકઅદાલત સિહોર બેંન્ક ઓફ બરોડા શાખા ના કર્મચારી ની હાજરી નો પણ વકીલો વિરોધ કરશે.તેમજ સિહોર બેંન્ક ઓફ બરોડા શાખા ના મેનેજર સામે પગલા લેવા બૅન્ક ઓફ બરોડાની હેડ ઓફીસને ઉગ્ર રજુઆત કરી કાર્યવાહી કરવાની માંગ વકીલ એસોસિએશનને કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here