સવા લાખના મુદામાલ સાથે ચોરીમાં તેર ગુન્હા ડિટેકટ કરાયા, બે ઝડપાયા

શંખનાદ કાર્યાલય
સિહોર શહેર તેમજ ભાવનગર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ તથા ચોરીના ગુન્હાઓ ડિટેકટ કરવા કડક સૂચના આપવામાં આવી છે. આજરોજ ભાવનગર એલ.સી.બી સ્ટાફ ના પો.ઇન્સ તેમજ ટિમ સિહોર ટાઉન વિસ્તારમાં ચોરીના અંડિટેકટ ગુન્હા ને ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલિંગ માં હતા. તે દરમિયાન સિહોર વડલા પાસે આવતા ખાનગી બાતમીરહે અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુન્હામાં ઝડપાયેલા વિજય કોળી રહે.ગરાજીયો વાળો સિહોર દાદાની વાવ પાસે મોટર સાયકલ સાથે એક ઈસમ સાથે ઉભો હતો.

તેઓ પાસે ચોરાઉ સોના-ચાંદીના દાગીના છે. એની પાસે ડિલક્ષ મો.સાયકલ GJ06 JA 6980 છે. બંને ઇસમોની પૂછતાછ કરતા જેમાં ચાલકનું નામ વિજયભાઇ હિમતભાઈ મકવાણા ઉવ.30 રહે મૂળ.જૂની શાકમાર્કેટ દામનગર, હાલ રામનગર પ્લોટ વિસ્તાર સિહોર, તેની સાથે રહેલ ઇસમનું નામ યોગેશભાઈ ઉર્ફે ગની વિનુભાઈ વાઘેલા ઉ.વ 22 રહે.દરબાર ગઢ પાછળ પાલીતાણા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓની પાસે તપાસ કરતા સોના ચાંદી મોબાઈલ મો.સાયકલ સહિતનો કુલ કિ.૧,૨૪,૯૪૮/ મુદામાલ તપાસ અર્થે કબ્જે કરાયો હતો.

બંને પાસે બિલ પુરાવા માંગતા નહિ મળતા બંને શખ્સ ની ધોરણસરની અટકાયત કરી હતી. આ બંને શખ્સની વધુ પૂછતાછ કરતા તેઓ ભાવનગર અને અમરેલી જિલ્લા અલગ અલગ ગામમાં છેલ્લા દોઢેક વર્ષમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ કામગીરી માં લોકલ ક્રાઈમ બ્રાંચ ના પો.ઇ વી.વી. ઓડેદરા, પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા સ્ટાફના માણસો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here