જિલ્લાની પોલીસ ટીમોના સિહોરમાં ઘામાં-વિવિધ વિસ્તારોમાં ડ્રોન મારફત પેટ્રોલીંગ

દેવરાજ બુધેલીયા
દેશમાં લોકડાઉનના પ્રથમ પડાવનો આવતીકાલે છેલો દિવસ છે. રાજ્યભરમાં લોકડાઉન વધશે કે કેમ તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે રાજ્યની પોલીસ લોકડાઉન જો વધારવામાં આવે તો તેને લઈને વ્યૂહરચના ઘડી રહી છે. ભાવનગરમાં કોરોના પોઝિટિવના કેસો વધારે છે. ત્યારે જિલ્લામાં પોલીસ વધારે કડક થઇ રહી છે. સંક્રમણ ને અટકાવવા માટે થઈને પોલીસ કડક બંદોબસ્ત ગોઠવી રહી છે. ત્યારે સિહોરમાં પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના તમામ નાકાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે ભાવનગર એલસીબી અને એસઓજી વિભાગ દ્વારા સિહોરમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સિહોરના મુખ્ય બજારો અને શેરીઓમાં પોલીસનો મોટો કાફલો પેટ્રોલિંગમાં નીકળતા કારણ વગર આવન જાવન કરતા લોકો ઘરમાં પેસી ગયા હતા. સિહોર શહેરને જોડતા માર્ગ ઉપર ઉભી કરાયેલી ચેકપોસ્ટ ની પણ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો સ્થળ ઉપર જ કરવામાં આવ્યા હતા.પોલીસના મોટા કાફલા ને બજારોમાં આવતા સિહોરમાં લોખંડી કિલ્લાબંધી કરી દેવામાં આવી હતી.ભાવનગર વિભાગના અધિકારીઓ દ્વારા તમામ બંદોબસ્ત નો ઝીણવટથી નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here