સિહોર એકતા સોસાયટી પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે એક ઝડપાયો, એલસીબીનો છાપો

હરેશ પવાર
ભાવનગર જિલ્લા પોલીસ ઉચ્ચ અધિકારીઓના આદેશ પગલે એલ.સી.બી. સ્ટાફનાં સિહોર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સિહોરના સર્કિટ હાઉસ પાસે આવતા બાતમીરાહે એકતા સોસાયટીના નાકે હિરો સ્પ્લેન્ડર મો.સા. સાથે એક ઇસમ ઉભેલ છે. અને તે મો.સા. ચોરી કરેલાનું જણાય છે. જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરીફાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા હનુભાઇ ભાનુભાઇ પરમાર/દેવીપુજક ઉવ.૩૦ રહે. સિહોર કરકોલયા રોડ સાઇબાબાના મંદિર પાસે વાળો હોવાનું જણાવતા મજકુર પાસેનું મોટર સાયકલ જોતા હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું જે મોટર સાયકલની આગળ પાછળ આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ લગાડેલ નથી.

જેથી મજકુર પાસે સદરહું મો.સા.ના કાગળો તથા આર.સી. બુક વિગેરે માંગતા નહી હોવાનું જણાવતા જેથી સદરહું મો.સા. ના એન્જીન નંબર HA 10E LDHM 16311 તથા ચેચીસ નંબર 97L19F11538 ના લખેલા છે. સદરહું મોટર સાયકલ આઘાર પુરાવા તથા બીલ વગરનું હોય મજકુરે ચોરી અગળ છળકપટથી મેળવેલાનું જણાતા મો.સા.ની કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને સી.આર.પી..સી. ૪૧(બ) (ડી) મુજબ ઘોરણસર અટકાયત કરી આગળની ઘટતી કાર્વાહી માટે સિહોર પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. તિરૂણસિંહ સરવૈયા હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા પો.કો. શકિતસિંહ સરવૈયા તથા પો.કો. કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here