આજે રીસેસ દરમિયાન એક કલાકના વોક આઉટ સાથે પ્રતિક હડતાલ, સરકારની સંપુર્ણ માલીકી ધરાવતા વિમા નિગમનું શેરબજારમાં લીસ્ટીંગ કરવાના નિર્ણયનો વિરોધ, ખાનગીકરણને ઉત્તેજન આપવાના પ્રયાસ સામે સિહોર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં લડતનાં મંડાણ

હરેશ પવાર
તાજેતરમાં ભારત સરકારે જીવન વિમા નિગમમાંથી સરકાર પોતાનો હિસ્સો પબ્લીક ઓફર કરીને વેચી દેવાનો જે નિર્ણય કર્યો છે તેના વિરોધમાં આજે સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જીવન વિમા નિગમની કચેરીના કર્મચારીઓ દ્વારા દેખાવો અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં તમામ કચેરીઓમાં એક કલાકના વોકઆઉટ સાથે પ્રતિક હડતાળ રાખવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જીવન વિમા નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

તે મુદ્દે આજે સિહોર કર્મચારી મંડળ એલઆઈસીનું શેરબજારમાં લીસ્ટીંગ કરવાનો ભાજપ સરકારનો નિર્મય એ દેશ હિતની વિરુધ્ધ પગલુ છે. દેશભરમાં ઓલઈન્ડિયા ઈન્સ્યુરન્સ એસો. સહિતના બીજા સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારના નિર્મયનો વિરોધ કરવામાં આવ્યો છે. અત્યારે એલઆઈસીમાં સરકાર ૧૦૦ ટકાનો માલીકી હક્ક ધરાવે છે. છેલ્લા ૬૮ વર્ષથી આ અધિકાર ભારત સરકાર પાસે રહ્યો છે. ખાનગી ઈન્સ્યુરન્સ કંપનીઓી તુલનામાં એલઆઈસીએ ૭૩ ટકાનો બજાર હિસ્સો જાળવી રાખવી તે મોખરાનું સ્થાન મેળવ્યું હોવા છતાં સરકાર તેના હિસ્સાને વેંચી મારવાના જે પ્રયાસો કરી રહી છે.

તેનાથી ખાનગી કોર્પોરેટ ક્ષેત્રને લાભ થશે. આ પ્રકારના નિર્મયનો વિરોધ કરવા આજે સિહોર કચેરી ખાતે કર્મચારીઓએ એકત્ર થઈને દેખાવો સુત્રોચ્ચાર કર્યા હતાં. રીસેસ પહેલાની એક કલાક દરમિયાન હડતાલમાં સામેલ થઈને એક કલાકનો વોકઆઉટ કરી હડતાલમાં સામેલ થયા હતા. સિહોર સહિત સૌરાષ્ટ્રની તમામ બ્રાન્ચના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે રાષ્ટ્રીય કક્ષાના આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here