બન્ને ગામોની મુલાકાત લેતા જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, ડે.કલેકટર રાજેશ ચૌહાણ, મામલતદાર પટેલ, ટી.ડી.ઓ.ગોહિલ સહિતના અધિકારીઓ

નિલેશ આહીર
સિહોર નજીકના લીમડા અને ઉમરાળા ગામે બે દિવસમાં બે કોરોના પોઝિટિવ કેસોના કારણે ઉચ્ચ અધિકારીઓ સ્થળે મુલાકાત અર્થે દોડી ગયા છે ઉમરાળા ગામ કૃષ્ણનગર સોસાયટીમાં વૃધ્ધ દિનેશભાઈ ઓધવજીભાઈ જોષી (૬૦) કે જે ઓ આઠ દિવસ પહેલાં જ વિરમગામ થી પોતાના વતન ઉમરાળા ગામ આવેલ તેમની તબિયત બગડતાં ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તપાસ કરતા કોરોના પોઝિટિવ આવ્યો હતો.

તેમજ આજ રોજ લીમડા ગામના કાંતિભાઈ કેશુભાઈ ઝાલા (૩૫) ની કોરોના કેસ પોઝિટિવ નોંધાતા ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તથા નાયબ કલેકટર રાજેશ ચૌહાણ ઉમરાળા મામલતદાર રાજેન્દ્રકુમાર પટેલ ઉમરાળા ટી.ડી.ઓ ડી ડી ગોહિલ પી.એસ.આઇ એચ.આર.પઢીયાર તેમજ આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયત વિગેરે તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી.

તેમજ આ વિસ્તાર ને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી સીલ કરવામાં આવેલ. ત્યાં વસતા રહીશો ને હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવાની કામગીરી તેમજ ટી.ટી.ડી , સેનિટાઇઝર નો છંટકાવ ની કામગીરી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here