લીમડા ખાતે કોંગ્રેસના વિસથી વધુ ધારાસભ્ય શક્તિસિંહના દુઃખમાં ભાગીદાર થયા, શક્તિસિંહના માતાને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો

મિલન કુવાડિયા
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રિય પ્રવકતા શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રબા હરિશ્ર્ચદ્રસિંહ ગોહિલનું ૮૮ વર્ષની જેફ વયે તારીખ ૨ અને મંગળવારે સવારે અવસાન થયું હતું જેના દુઃખમાં ભાગીદાર થવા આજે લીમડા ખાતે કોંગ્રેસના વિસથી વધુ ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલના નિવાસસ્થાને આવીને શક્તિસિંહના માતાના અવસાન નિમિતે હાજરી આપી હતી રાજેન્દ્રબા અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને રહેતા હતા.

જ્યારે તેઓનું ગત મંગળવારે તેમનું અવસાન થતા તેમનાં પાર્થિવ દેહને તેમના વતન લીમડા (હનુભા) ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા માતાના અવસાન બાદ શક્તિસિંહે કહ્યું હતું કે મારા જીવનનું સૌથી મોટું નુકશાન છે’ તેમ જણાવી પોતાના માતાના અવસાનના સમાચાર આપ્યા હતા.

આજે માતાના અવસાન અને નિધન બાદ કોંગ્રેસના વિસથી વધુ ધારાસભ્ય લીમડા ખાતે દુઃખમાં થઈ હાજરી આપી હતી અને શોક વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહીલ ગુજરાતમાંથી રાજયસભાની ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને 19 જૂનનાં રોગ મતદાન પણ છે.

આ ઉપરાંત હાલમાં તેઓ બિહાર કોંગ્રેસનાં પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. હાલની કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લોકોને રૂબરૂ ન આવવા અપીલ પણ કરી હતી જોકે આજે કોંગ્રેસના આગેવાનોએ ધારાસભ્યોએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here