સિહોર શહેરમાં કોરોનાને લઈ શનિ રવિ 2 દિવસનું સ્વૈચ્છિક રહેશે લોકડાઉન

ફક્ત દૂધ ફળ ફ્રૂટ, શાકભાજી મેડિકલ,અને હોસ્પિટલો શરૂ રહેશે, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

હરેશ પવાર
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ સિહોરમાં બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના તમામ નગરપાલિકા વિસ્તારના ચીફઓફિસર તેમજ પ્રમુખશ્રીઓને વિડિઓ કોન્ફોરેન્સ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં સિહોરના ચીફઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ પણ જોડાયા હતા જ્યારે મુખ્યમંત્રીએ સ્વૈચ્છિક લોકડાઉન બાબતેની વાત પર ભાર મુક્યો હતો

જેના ભાગરૂપે સિહોર મામલતદાર કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની અધ્યક્ષતામાં સાથે મામલતદાર, ચીફ ઓફિસર, વિવિધ રાજકીય પક્ષો, વિવિધ વેપારી મંડળોના આગેવાનો, પોલીસ અધિકારીની વિશેષ ઉપસ્થિતતીમાં આજે સમી સાંજે આજે બેઠક મળી હતી અને જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો.કોરોના વકરતા સિહોર શહેરમાં શનિ, રવિના આખો દિવસનું સંપૂર્ણ લોકડાઉન સ્વૈચ્છિક રહેશે ત્યારે સરકારી તંત્રના અધિકારીઓ, ચૂંટાયેલા નેતાઓ, વેપારીઓની ઉપસ્થિતીમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જે દરમિયાન ફક્ત દૂધ,શાકભાજી,મેડિકલ,અને હોસ્પિટલો શરૂ રહેશે જ્યારે ફ્રૂટ શાકભાજી સવારે 6 થી 11 અને દૂધ વેચાણ કરતા ધારકોને સવારે 6 થી 11 તેમજ સાંજના 6 થી 9 સુધી ખુલ્લી રાખવાની રહેશે જ્યાં સુધી અન્ય સૂચના ન મળે ત્યારે સુધી દર શનિ રવિ સ્વૈચ્છિક લોકોએ લોકડાઉન પાળીને તંત્રને સહયોગ આપવા નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા અનુરોધ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here