સિહોર એલ.આર.ડી મહિલા પોલીસ ખડેપગે ફરજ નિભાવી રહી છે

દેવરાજ બુધેલીયા
કોરોના સામેની જંગમાં પોલીસ અને પ્રશાશન ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યું છે. સિહોરમાં પણ પોલીસ સાથે શહેરમાં સુરક્ષા પુરી પાડવા લે.આર.ડી., જી.આર.ડી, હોમગાર્ડના જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ નિભાવી રહ્યા છે. આવા સમયમાં બે દિવસ બાદ આજે સિહોરમાં કરીયાણાના વેપારીઓ દ્વારા દુકાનો શરૂ કરાતા ગામમાં ભારે ગિરદી જોવા મળી રહી હતી. આવા સમયે લોકોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે પીઆઇ ગોહિલની સૂચનાથી એલ.આર.ડી મહિલા પોલીસ મુખ્ય બજારમાં સતત બંદોબસ્તમાં ખડેપગે પોતાની ફરજ નિભાવી રહી હતી.

એક તરફ જેઠ મહિનો અગન વર્ષા આકાશમાંથી વરસાવી રહી છે. દસ વાગ્યામાં જ સુરજ દેવ પોતાનો મિજાજ બતાવા લાગે છે.ત્યારે આવા ચાલીસ બેતાલીસ ડીગ્રી તાપમાં સતત બજારમાં ઉભા રહેવું અને પાછું આ અજાગ્રત પ્રજાને કોરોના ગાઈડલાઈન નું પાલન કરવા સમજાવું એ ખરેખર કપરું છે. છતા પણ પોતાની ફરજને કર્તવ્યનિષ્ઠ બનીને તેઓ નિભાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here