LRD મુદ્દે ગાંધીનગરમાં ફરી એક વખત થશે આંદોલન, LRDના પુરૂષ ઉમેદવારોનું સિહોર મામલતદારને આવેદન, અમારા મુદ્દાનો ઉકેલ નહીં આવે તો ફરીથી આંદોલન

દેવરાજ બુધેલીયા
ગુજરાતમાં એક તરફ કોરોના સંકટ યથાવત જોવા મળી રહ્યું છે.ત્યારે બીજી તરફ રાજ્યમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં બાદ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જો કે આ બધા વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે લોકરક્ષક દળની પરીક્ષા મુદ્દે ફરી એક વખત આંદોલનના એંધાણ દેખાઇ રહ્યાં છે. લોકરક્ષક દળની પરીક્ષા મુદ્દે ગાંધીનગરમાં ફરી એક વખત આંદોલન થશે. LRDના પુરૂષ ઉમેદવારોએ સિહોર મામલતદારને આવેદન આપ્યું છે. સરકાર દ્વારા બંધારણ વિરૂદ્ધ જઈને પુરૂષો સાથે અન્યાય થયો હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. આ મામલે ઉમેદવારોએ લોકડાઉન દરમિયાન અઢી લાખ જેટલા મેઈલ કર્યા છે.

જોકે સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે હવે ઉમેદવારોએ સરકારને 15 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. પ્રશ્નોનો હલ નહી થાય તો ઉમેદવારોએ 15 તારીખ પછી ગાંધીનગરમાં ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સિહોરમાં પણ LRD પુરૂષ ઉમેદવારો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. પુરૂષ ઉમેદવારોએ મામલતદારશ્રી ને આવેદન આપ્યું છે…મહિલા ઉમેદવારો સામે પુરૂષ ઉમેદવારોની બેઠકો વધારવા માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય ઉકેલ લાવે તેવી કરી રજૂઆત કરાઇ છે..જો ઉકેલ ન આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here