આંધળી બહેરી સરકારમાં યુવાનો પરેશાની છે દેશના ભવિષ્યનું કોઈ સાંભળનાર નથી : યુવાનોનો બળાપો

હરેશ પવાર
સમગ્ર રાજ્યમાં પોલીસ અને એલઆરડી ભરતીનો મામલો વિવાદિત બનતો જાય છે રાજ્યમાં અનેક સ્થળોએ યુવાનોમાં વિરોધનો સુર ઉઠ્યો છે ગઈકાલે સિહોરમાં પણ યુવાનોએ પોતાનો વિરોધ નોંધાવી સરકાર સામે બળાપો ઠાલવ્યો છે ત્યારે આજે પ્રદેશના કોંગ્રેસ સહમંત્રી જયરાજસિંહ મોરીએ આવેદન આપ્યું છે જેઓએ પણ કહ્યું છે કે સરકારને આંધણી બહેરી છે ગુજરાત સરકાર દ્રારા લેવાયેલ પોલીસ ભરતી ૨૦૧૮/૧૯ માં ઉમેદવાર યુવાનોની ન્યાયની માંગણી અહિ થઈ છે.

સરકાર દ્રારા લેવાયેલ પોલીસ ભરતીમાં મહિલાઓને ૫૦% કરતા વધુ જગ્યાઓ આપી છે,જેથી પુરૂષ ઉમેદવારો ને અન્યાય થયાની લાગણી અનુભવી રહ્યા છે.આ ઉમેદવારો લોકશાહી પદ્ધતિ માં પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરેતો પોલિસ બળની મદદથી તેમને ડરાવતા હોવાનો આક્ષેપ પણ અનેક ઉમેદવારો કરી રહ્યા છે.ત્યારે તંત્રને સરકાર સુધી અવાજ પોહચાડવા અને ઉમેદવારોને વહેલી તકે ન્યાય આપે જેથી અનેક આશાસ્પદ યુવાનોનું ભવિષ્ય સુધારી શકાય તેવી માંગ સાથે સિહોર મામલતદાર ઓફિસ ખાતે આવેદન આપીને રજૂઆતને યુવાનોના ન્યાય માટેની માંગણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here