સિહોર પોલિસ તંત્ર સાથે LRD ના જવાનો પણ નિભાવી રહ્યા છે ફરજ

હરેશ પવાર
લોકડાઉનમાં આજે ત્રીજો તબક્કો પણ પૂરો થઈ ગયો છે. સતત ચાલીસ પિસ્તાલીસ દિવસથી પોલીસની સાથે રહીને LRD ના જવાનો પણ રાત દિવસ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. કોરોમાં સામેની લડતમાં લેડીઝ LRD પણ તાપમાં સિહોરને સુરક્ષિત કરવા ઉભી રહી છે. આવી મહામારીના સમયમાં શહેરને સુરક્ષિત રાખવા માટે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તેમજ બેંકો હોસ્પિટલમાં તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રાત્રી દરમિયાન પણ તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે સિહોર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેમની કામગીરીને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here