એવું કહેવાય છે કે મહાત્મા ગાંધી રેલ માર્ગે અહીં આવીને સામાજિક તેમજ સ્વતંત્રતા ચળવળની ઝુંબેશ ચલાવતા, એતિહાસિક વારસાની હાલત ખંડેર

મિલન કુવાડિયા
સિહોર નજીક મઢડા ગામે આવેલુ ભારત માતાનું પુરાતન મંદિર બિસ્માર બન્યુ છે. મઢડા ગામમાં ભારત માતાનું મંદિર આવેલ છે. ભારત ભરમાં અલગ અલગ જગ્યાઓ પર ભારતમાતાના મંદિરો આવેલા છે. જે પૈકી ગુજરાતભરમાં માત્ર સિહોર નજીકના મઢડા ગામે ભારત માતાનું મંદિર આવેલ છે. અહિ સાડા પાંચ ફુટની અખંડ ભારત માતાની મૂર્તી છે. મંદિર ૧૦૦ વર્ષ પૌરાણિક છે.આ મંદિરની પ્રતિષ્ઠા મહાત્મા ગાંધીજી અને લોકમાન્ય તીલકે કરી હતી. હાલમાં આ મંદિરનો વહિવટ એક શાહ પરિવાર પાસે છે. આ મંદિરનો જો વિકાસ થાય તો આ મંદિરથી લોકોનો રાષ્ટ્રપ્રેમ વધે તેમ છે. ૧પમી ઓગષ્ટ કે ર૬મી જાન્યુઆરીના દિવસે પણ કોઈ રાજકીય નેતાઓ અહીં ફરકતા નથી.

ગુજરાત રાજ્યનું એક શાન ગણાય તેવું આ ભારત માતાનું મંદિર મઢડામાં આવેલુ છે. જેનો વિકાસ કરવા લોકોની માંગ ઉઠી છે એવું કહેવાય છે કે ૧૦૦ વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે અને મહાત્મા ગાંધીજી સાથેની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગાંધીજી રેલવે દ્વારા અહીં આવીને સામાજિક પુનરૂત્થાન તેમજ સ્વાતંત્ર્ય ચળવળની ઝુંબેશ ચલાવતા હતા અને આશ્રમી પ્રવૃત્તિઓમાં સહયોગ આપતાં હતાં જ્યારે ભારત મંદિરમાં ભારત માતાની મૂર્તિ‌ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી હતી. જે દેશના નકશા ઉપર ઉભેલી છે.

ઉપરાંત ભારત મંદિરમાં ડાબી બાજુ ગાંધીજીની મૂર્તિ‌ અને જમણી બાજુ લોકમાન્ય ટિળકની મૂર્તિ‌ હતી. હાલમાં પરિસર ખંઢેર જેવી પરિસ્થિતિમાં છે પરંતુ ભારત મંદિર એનો ગૌરવપૂર્ણ ભવ્ય ભૂતકાળ ધરાવે છે ત્યારે વર્તમાનમાં અફસોસ સાથે કહેવું પડે કે ભારત માતા મંદિર વિકાસ માટે ઝંખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here