સવારથી રાત સુધી શિવાલયોમાં ‘બમ બમ બોલે’ના નાદ ગૂંજી ઉઠયા ભક્તોએ દૂધ, જળ, શેરડીનો રસ અને કાળા તલનો અભિષેક કરી ધન્યતા અનુભવી

દેવરાજ બુધેલીયા
ગઈકાલે સિહોર પંથકમાં દેવાધિદેવ મહાદેવની ભક્તિ માટે શ્રેષ્ઠ ગણાતા મહાશિવરાત્રિ પર્વનીગામેગામ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને તાલુકાના અગણિત શિવાલયોમાં વહેલી સવારથી મોડી રાત સુધી ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી ગૂંજતા રહ્યા હતા. શિવાલયોની બહાર ઠેર ઠેર ભાંગના પ્રસાદની વિતરણ અને પૂજા અર્ચના કાર્યક્રમ યોજાયા હતા દેવોના દેવ મહાદેવના ભક્તિના પર્વ મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પર્વને લઈને શિવાલયો વહેલી પરોઢથી જ હર હર મહાદેવ…, બમ બમ ભોલે…ના નાદથી ગુંજી ઉઠયા હતા. શિવરાત્રી પર્વને લઈને શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ શિવલીંગ ઉપર બીલપત્ર, દૂધ, જળનો અભિષેક કરી ભોળા શંભુને રીઝવવા પ્રયાસ કર્યો હતો. પર્વને લઈ વિવિધ શિવાલયોમાં શિવજીને પ્રિય એવા ભાંગના પ્રસાદનું વિતરણ પણ કરાયું હતું. જેનું આચમન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. લઘુરૂદ્ર અને હોમાત્મક યજ્ઞા  કરવામાં આવ્યા હતા. દરેક મંદિરોમાં શિવભજનો અને શિવધૂનોની રમઝટ ચાલતી હતી. મંદિરોમાં શિવલિંગ પર દૂધ, પાણી, શેરડીનો રસ તથા કાળાતલનો અભિષેક કરવા સાથે બિલ્વીપત્ર અર્પણ કરી દેવાધિદેવનું વિશેષ પૂજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here