– ‘ચિદાનંદ રૂપો શિવોહમ્…શિવોહમ્…’ : શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, શિવાલયોમાં હોમાત્મક લઘુ રૂદ્ર સહિતના વિશિષ્ટ આયોજનો, શિવરાત્રી તહેવારને લઈને શિવમંદિરોને રોશની, ફુલોથી શણગારાયા

હરિશ પવાર
સિહોર શહેર સહિત તાલુકાભરમાં આજે મહાશિવરાત્રી પર્વની ભાવિક ભક્તો દ્વારા શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શિવરાત્રી પર્વને લઈને સિહોર શહેરના વિવિધ શિવમંદિરોને રોશની તેમજ ફુલઝરીથી સજાવવામાં આવ્યા હતા વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ શિવમંદિરો ખાતે લઘુરૂદ્ર યજ્ઞા, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દેવોના દેવ મહાદેવનું કલ્યાણકારી સ્વરૂપ જીવને શિવ થવાની પ્રેરણા આપે છે. મહા મહિનાની તેરસની વિશિષ્ટતા અનોખી છે. જેથી તેને મહાશિવરાત્રી કહેવામાં આવે છે.

મહાશિવરાત્રી પર્વ પર તપ, દાન, પુણ્ય, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ઉત્તમ અને પુણ્ય આપનારું છે. આજે શિવરાત્રિ પર્વને લઈ સિહોર શહેરના તમામ શિવાલયો વહેલી પરોઢથી જ બમ..બમ.. ભોલે…, હર..હર.. મહાદેવ…ના નાદથી ગુંજી ઉઠ્યા હતા તેમજ શિવમંદિરો ફુલઝરી તેમજ રોશનીથી સજાવવામાં આવ્યા હતા શિવભક્તો દ્વારા ભગવાન શિવજીને દૂધ અને બીલીપત્રનો નૈવેદ્ય ચઢાવવામાં આવ્યા હતા. વિવિધ શિવમંદિરોમાં શિવપૂજન, શિવ અભિષેક, રૂદ્રી, લઘુરૂદ્ર યજ્ઞા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શિવરાત્રિ પર્વને કારણે કેટલાક શિવભક્તો ઉપવાસ-વ્રત પણ રાખતા હોય છે.

શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૂં મહત્વ હોઈ વિવિધ શિવમંદિરો ખાતે ભાંગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ભાંગની પ્રસાદી પણ ભક્તોએ પીધી હતી. મોટી સંખ્યામાં ભાવિકો ભાગ લઈ ભોળા શુંભના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ ત્યારે આજે વહેલી સવારથી સિહોરના મંદિરો વહેલી સવારથી મોડી રાત સુધી ‘બમ બમ ભોલે’, ‘ઓમ્ નમ: શિવાય’ના નાદથી ગૂંજી ઉઠ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here