સિહોરના ગગજી મેરની આકરી પૂછપરછ, હજુ પોલીસને અન્ય ત્રણ શખ્સોની છે તલાશ, મોટા માથાઓના નામ ખુલ્લે તેવી શક્યત્તાઓ

દેવરાજ બુધેલીયા
મહુવા-રાજુલા હાઇવે પરથી ડૂંગળીના ટ્રકની આડમાં છૂપાવેલ પ્રતિબંધિત નશીલા પદાર્થ પોષડોડા(કાલા)ના ૧૩૮૫ કિલોના વિશાળ જથ્થા, વાહનો મળી ઝડપાયેલ રૃ.૪૮.૭૫ લાખના મુદામાલ સાથે ઝડપાયેલ એક ઇસમ બાદ ફરાર ત્રણ ઇસમોને શોધવા ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે તપાસ હાથ ધરી છે. જો કે, આ જથ્થો મંગાવનાર શખસ સાથે સ્થળ પર હાજર અને બાદમાં ફરાર સિહોરના શખસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મહુવા-રાજુલા હાઇવે રોડ પર વિકટર ચોકડી નજીક બંધ પડેલાં એક પેટ્રોલ પંપ પાસેથી પોલીસે દરોડો પાડી ૧૩૮૫.૬૨ કિલો પ્રતિબંધિત નશીલો પદાર્થ પોષડોડા અને ટ્રક સહિત ૪૮ લાખ જેવો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે આ દરોડા દરમ્યાન આઇશર ચાલક ગગજી રાણાભાઇ મેર (રહે.કનીવાવ, સિહોર)ની સ્થળ પરથી અટક કરી હતી.

જયારે, અન્ય સિહોરના એક ઇસમની સહિત બે અજાણ્યા ઇસમો સહિત કુલ ચાર શખસો સામે ગુન્હો નોંધાયો છે હાલ પોલીસ દ્રારા આરોપીની અટક બાદ તેનો કોરોના ટેસ્ટ કરાયો છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરાશે. જો કે,આ જથ્થો સિહોરના શખસે મંગાવ્યો હોવાનું તપાસમાં ખુલતા પોલીસે તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ સિવાય પણ આ જથ્થો કોણે મંગાવ્યો હતો ? તે શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here