મહુવા તાલુકાની મહિલાના તૂટતા પરિવારની વ્હારે સિહોર ૧૮૧ પોહચી, કોરોનાના કહેર વચ્ચે પણ સિહોર અભયમના કાઉન્સેલરો મહિલાઓના અભેદ્ય કવચ બની રહ્યા છે

સલીમ બરફવાળા
રાજ્યમાં મહિલાઓ ઉપર થતા હત્યાચાર સામે મહિલાઓની રક્ષા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈન સેવા સતત પોતાની ફરજ નિભાવી રહી છે.મહુવા તાલુકામાં એક મહિલા ને તેમના સાસરી માં પતી પત્ની વચ્ચે નાની મોટી વાતમાં બોલાચાલી થતા મહિલા ના સાસુ તેમના દિકરાને પક્ષ લઈને બોલતા હોઈ જેથી સાસુ વહૂ વચ્ચે જગડો થઈ જતા મહિલા તેમના પિયર માં આવતા રહેલ ત્યારબાદ થોડા દિવસ પછી તેમના સાસરી પક્ષ મહિલા ને લેવા માટે આવેલ મહિલા ને તેમના સાસરીમાં પરત જવું હોઈ પરંતુ ફરી જગડાઓ થવા નો ડર અને હાથ ઉપાડવાના ડરને લઈ ને મહિલા સાસરીમાં જવા માંગતી નો હતી.

જેથી મહિલા એ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન માં કોલ કરેલ મહિલા એ તેમની સમસ્યા જણાવેલ તેમના સાસરીયા ને સમજવવા માટે જણાવેલ ત્યારબાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન માં કોલ આવતા સિહોર ૧૮૧ ટિમ કાઉન્સેલર સરવૈયા વૈશાલી,પાયલોટ પ્રકાશ ડાભી સહિત ટિમ ધટના સ્થળે પહોચેલ મહિલા અને તેમના સાસરી પક્ષ ની મુલાકાત લીધેલ બંનેને પક્ષ ને કાઉન્સેલિંગ કરેલ મહિલા ને ૧૫ દિવસ નું નાનું બાળક હોઈ અને તેમના થી ધરનુ કામ થઈ શકે તેમ ના હોઈ જેથી સાસુ વહુનો જગડો થતા પતિએ મહિલા પર હાથ ઉપાડેલ જેથી મહિલાના પતિને સમજાવેલ ધરેલુ હિસા અધિનિયમ ૨૦૦૫ પ્રમાણે હાથ ઉપાડવો એ ગુન્હો છે.

તેથી હાથ ન ઉપાડવા સમજાવેલ મહિલા ના પતિ અને સાસુ ના લાંબા કાઉન્સેલિંગ બાદ તેમને પોતાની ભુલ સમજાઈ જતા સમાધાન થયેલ.આ રીતે ૧૮૧ અભયમ માં કાઉન્સેલર દ્રારા યોગ્ય સલાહ સુચન અને માર્ગદર્શન આપી ને એક તુટતા પરિવાર ને ફરી એક નવું પારિવારિક જીવન આપી સુખદ સમાધાન કરાવ્યું હતું કામગીરીમાં કાઉન્સિલર વૈશાલી સરવૈયા અને પાઇલોટ પ્રકાશ ડાભી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here