સિહોરના માલવણ અને ટોડાની સીમમાં સિંહ પરિવાર ત્રાટક્યો

માલધારીઓ ના ગાય,ઘેટાં,બકરા નો કર્યો શિકાર, સમયસર વનવિભાગ ન આવતા માલધારીઓમાં રોષ, વનવિભાગે દોડી જઇ શિકારની પુષ્ટિ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

દેવરાજ બુધેલીયા ; બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકાના માલવણ ગામે માલધારીના પશુઓનો સિંહો ના પરિવારે શિકાર કર્યા ની ઘટના સામે આવી છે જેમાં ૨ ગાય,૩ બકરા,૨ ઘેટાં સહિતના પશુઓ મારણ કર્યા તેમજ ૩ જેટલા વાછરડા ગુમ થયા નું માલધારીએ જણાવ્યું હતું.આ બનાવ ને પગલે વનવિભાગ ત્યાં દોડી ગયું હતું અને આગળની કાગળ પરની કાર્યવાહી હાથ ધરી છે. સિંહોએ હવે સિહોર તેમજ નજીકના વિસ્તારોમાં તેના આંટાફેરા વધારી દેતા માલધારીઓ માં ફફડાટ ફેલાયો છે.

હજુ થોડા દિવસ પૂર્વે ગોપનાથ નજીક સિંહ પરિવાર જોવા મળ્યો હતો ત્યાં ગત રાત્રિના સિહોરના માલવણ ગામ નજીક અન્ય વિસ્તારોમાં માંથી પોતાના માલઢોર લઈ ને આવેલા માલધારીઓના ગાય, વાછરડા,બકરા અને ઘેટાં ના ટોળા પર સિંહ પરિવાર ત્રાટક્યો હતો અને ૨ ગાય,૩ બકરા,૨ ઘેટાં સહિતના ને પોતાનો શિકાર બનાવ્યો હતો.જ્યારે ૩ જેટલા વાછરડા હજુ ગુમ હોવાનું જણાવતા માલધારીએ કહ્યું કે સિંહો ના આ વિસ્તારમાં સતત આંટાફેરા વધી રહ્યા છે.આ અંગે માલધારીઓ દ્વારા વનવિભાગ ને જાણ કરવા છતાં તેઓ દ્વારા આ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

જેથી તેમના નિર્દોષ પશુઓ સિંહોના શિકાર બની રહ્યા છે. જ્યારે વનવિભાગ ને જાણ કરવા છતાં તેઓ સમયસર નથી પહોંચતા તેવું માલધારીઓનું કહેવું છે સિંહો દ્વારા આ વિસ્તારમાં ગાય,બકરા,ઘેટાં ના શિકારની ઘટના ને પગલે વનવિભાગ ત્યાં પહોંચ્યું હતું.તપાસમાં સિંહ દ્વારા શિકાર ની પુષ્ટિ કરી અને આગળની કાગળ પરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here