સિહોર મામલતદાર કચેરીના ચુંટણી શાખા દ્વારા મતદાન સુધારા કામગીરી

હરેશ પવાર
સિહોર મામલતદાર કચેરીના ચુંટણી શાખા દ્વારા મતદાન સુધારા કામગીરી કરવામાં આવી છે 15 ભાવનગર લોકસભા મતદાર વિભાગ અને 103 ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં હાલ ચૂંટણી પંચ દ્વારા નવા મતદારો ની નોંધણી તેમજ ચૂંટણીકાર્ડ માં સુધારા.વધારા અને મતદાર યાદી માંથી નામ કમી કરીને ટ્રાન્સફર કરવા ની કામગીરી સિહોર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સારી રીતે ચાલી રહી હતી ત્યારે યુવાનો માં જાગૃતિ જોવા મળી હતી સિહોર મામલતદાર શ્રી નિનામાં તેમજ મતદાર શાખા ના નાયબ મામલતદાર શ્રી હેમરાજસિંહ વાળા કુરેશીભાઈ દ્વારા સતત વધુ કામગીરી માટે બી એલ.ઓ.સહિત ને માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તેમજ દરેક બુથ ઉપર કામગીરી અંગે ની રિપોર્ટ કરી જિલ્લા ચૂંટણી અધિકારી ને માહિતી આપવામાં આવી હતી 103 ભાવનગર ગ્રામ્ય માં મતદાર યાદીમાં તમામ બી એલ ઓ.દ્વારા મતદારો જાગૃતિ નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને બી એલ ઓ તરીકે તમામ શિક્ષકો દ્વારા આ 3 રવિવારે પણ કામ ગિરિ સાથે વિદ્યાર્થીઓ ના ભણતરના પાઠ શીખવતા શિક્ષકો રાષ્ટ્રીય કામગીરી સારી રીતે કરી હતી ચૂંટણી પંચ ને પણ શિક્ષકોની ગરજ વર્તી રહી છે..કારણકે શિક્ષકો વગર ચૂંટણી પંચ પણ અધૂરું લાગે તેવું સ્પષ્ટપણે દેખાય રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here